બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / America's shocking statement between India and Canada

India Canada Row / આ મુદ્દે અમે પણ ચિંતિત', ભારત-કેનેડાના ડખા વચ્ચે અમેરિકાનું ચોંકાવનારું નિવેદન, જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 11:23 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ મુદ્દે કિર્બીએ કહ્યું કે અમે સ્પષ્ટ છીએ કે આ આરોપો ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. અમે ભારતને તપાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરીએ છીએ.

  • નિજ્જરની હત્યા કેસમાં કેનેડાનાં વડાપ્રધાનનાં આરોપો  બાદ ભારત-કેનેડાનાં સબંધોમાં તિરાડ
  • જસ્ટિન ટ્રુડોના આરોપો પછી ભારત-કેનેડિયન સંબંધો વધુ વણસ્યા
  • અમે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોથી ખૂબ જ ચિંતિત છીએઃ વેદાંત પટેલ

ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અમેરિકાએ પણ ભારત-કેનેડા સંબંધોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, 'અમે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ.' તમને જણાવી દઈએ કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જોન કિર્બીએ પણ આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી.

ભારત પર કેનેડાના આરોપો ગંભીર છે, સંપૂર્ણ તપાસની જરૂર છે
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ખાલિસ્તાન તરફી નેતાની હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના આરોપો "ગંભીર" છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન કેનેડા દ્વારા કરવામાં આવેલા દાવા અંગે મળ્યા હતા.  વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વ્યૂહાત્મક સંચાર સંયોજક જોન કિર્બીએ જણાવ્યું હતું. આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. "અમે સ્પષ્ટ છીએ, આ આરોપો ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ." કિર્બીએ કહ્યું, અમે ભારતને તપાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરીએ છીએ.

અમેરિકાએ ભારત પાસે સહયોગ માંગ્યો
યુનાઈટેડ સ્ટેટ્સે ભારત સરકારને વિનંતી કરી કે કેનેડાની તપાસમાં સહકાર આપે  તેમજ વધુમાં વેદાંત પટેલે જણાવ્યું હતું કે, “અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા સંદર્ભિત આક્ષેપોથી ખૂબ જ ચિંતિત છીએ.

અમે અમારા કેનેડિયન સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ. મહત્વનું છે કે કેનેડાની તપાસ આગળ વધે. અમે સાર્વજનિક અને ખાનગી રીતે ભારત સરકારને આગ્રહ કરીએ છીએ કે તેઓ કેનેડિયન તપાસમાં સહકાર આપે.

નિજ્જરની હત્યા
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ છે. તમને જણાવી દઈએ કે નિજ્જરને ભારત દ્વારા આતંકવાદી જાહેર કર્યો હતો.  18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના એક પાર્કિંગમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ