બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / American car maker Ford is going to lay off workers to cut costs

છટણી / વધુ એક ઓટોમોબાઇલ કંપનીના કર્મચારીઓ પર લટકતી તલવાર, એકસાથે 3800 લોકોને કરી દેશે ઘરભેગાં!, જાણો કારણ

Published By: Malay

Last Updated: 03:43 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની કાર નિર્માતા કંપની ફોર્ડ ખર્ચને ઘટાડવા માટે કર્મચારીઓને છૂટા કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં 3800 લોકોને છુટ્ટા કરવામાં આવશે.

 

  • અમેરિકાની મોટી કાર નિર્માતા કંપનીની મહત્વની જાહેરાત 
  • ત્રણ વર્ષમાં 3800 લોકો ગુમાવશે નોકરી
  • ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે કંપની

મોટી કંપનીઓમાં કર્મચારીઓની છટણીની પ્રક્રિયા ચાલુ છે. અમેરિકાની મોટી કાર નિર્માતા કંપની ફોર્ડે પણ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, આ પગલું વધતા ખર્ચને ઘટાડવા અને માળખામાં ફેરફાર કરવા માટે લેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આગામી ત્રણ વર્ષમાં કંપની સાથે સંકળાયેલા 3800 લોકો તેમની નોકરી ગુમાવશે.

Tag | VTV Gujarati

કંપનીએ આપ્યું આ નિવેદન
આ છટણી યુરોપના કર્મચારીઓને સૌથી વધુ અસર કરશે. બ્રિટન, જર્મની જેવા દેશોમાં મહત્તમ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, કંપની હવે તેના ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આવી સ્થિતિમાં કંપનીના ખર્ચને ઘટાડવા માટે આ મોટી છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, છટણીના આ રાઉન્ડમાં લગભગ 2300, યુકેમાં 1300 અને બાકીના યુરોપમાં લગભગ 200 લોકોને છૂટા કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરશે
ફોર્ડનું કહેવું છે કે, કંપની 2025 સુધી યુરોપમાં તેના ઇલેક્ટ્રિક વાહનોના વિસ્તરણ માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં આ આયોજનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે તે આ વર્ષના અંત સુધીમાં યુરોપમાં બનેલી તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી દેશે. આવી સ્થિતિમાં કંપનીએ તેના એન્જિનિયરિંગમાં લગભગ 2800 લોકોને છૂટા કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને બાકીના 1000 લોકોની વહીવટીતંત્રમાંથી છટણી કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ford company news Ford lay off workers american company અમેરિકન ફોર્ડ કંપની ફોર્ડ કંપની કર્મચારીઓને કરશે છુટા ford company

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ