બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / America is going to help Pakistan with 82 milion dollers in 2024

વિદેશ / પાકિસ્તાનની હાલત જોઈ અમેરિકાને દયા આવી કે પછી કોઈ રણનીતિ? હજારો કરોડની મદદ કરી શકે છે બાયડન

Vaidehi

Last Updated: 09:15 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં રાષ્ટ્રપતિ બાઈડન પાકિસ્તાનની સ્થિતિ જોઈને તેની મદદ કરવાનાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. માહિતી અનુસાર અમેરિકા પાક.ને 82 મિલિયન ડોલરની સહાય કરશે.

  • અમેરિકા ફરી કરશે પાકિસ્તાનની મદદ
  • જો બાઈડન કરશે પાકિસ્તાનને 82 મિલિયન ડોલરની સહાય
  • વિદેશ વિભાગે આ અંગે આપી છે માહિતી

પાકિસ્તાનની સ્થિતિ જોઈને અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડનને દેશ પર દયા આવી ગઈ છે. બાઈડને નક્કી કર્યું છે કે આ દેશને આર્થિક સંકટમાંથી બહાર કરશે..જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ વર્ષ 2024નાં નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનને 82 મિલિયન ડોલરની આર્થિક મદદ આપવા ઈચ્છે છે. આ મદદ પાકિસ્તાનને વિનાશકારી પૂરથી રાહત, એનર્જી સપ્લાય અને આપાતકાલીન ક્ષમતાઓની તૈયારી વગેરે માટે આપવામાં આવશે.

અમેરિકાએ આપેલી છે મિલિટ્રી સહાય
ગતવર્ષે પણ બાઈડને પાકિસ્તાન પ્રશાસનની તરફથી પાકિસ્તાનને અનેક મિલિનય ડોલરની મિલિટ્રી સહાય આપી હતી. આ મદદ F-16નાં અપગ્રેડેશનનાં નામ પર દેશને આપવાનું એલાન કર્યું હતું.

આ મદદથી પાકિસ્તાનને પહોંચશે અનેક ક્ષેત્રોમાં મદદ
વિદેશ વિભાગે જણાવ્યું કે પાકિસ્તાનને મળનારી આ મદદ ખાનગી સેક્ટરની આર્થિક પ્રગતિને વધારશે, લોકતાંત્રિક સંગઠનો મજબૂત કરશે, જાતીય સમાનતા અને મહિલા સશક્તિકરણને પણ વધારશે. નિશ્ચિત ધોરણે ઓછી થઈ રહેલી વિદેશી મૂળી ભંડાર અને રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આ રકમ ઘણી મદદગાર સાબિત થશે.

પ્રસ્તાવ અમેરિકન બજેટનો જ એક ભાગ
અમેરિકી વિદેશી વિભાગ અનુસાર હાલમાં આ પ્રસ્તાવ પર કોંગ્રેસની પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. પ્રસ્તાવ બજેટનો જ એક ભાગ છે. બજેટમાં જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે અંતર્ગત નાણાકીય વર્ષ 2024માં પાકિસ્તાનને 82 મિલિયન ડોલરની મદદ મળશે અને તે નાણાકીય વર્ષ ઓક્ટોબરથી શરૂ થશે. આ સહાયતા રાશિ પાકિસ્તાનને ઈકોનોમિક સપોર્ટ ફંડ કેટેગરીની અંતર્ગત આપવામાં આવશે. 2022માં આ મદદની રાશિ 39 મિલિયન ડોલરની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ