બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC will launch the lake at Chharodi village

ભેટ / અમદાવાદને મળશે વધુ એક નજરાણું: છારોડી ગામ બાદ હવે આ ગામના તળાવનું કરાશે બ્યુટીફીકેશન, 4.80 કરોડમાં થશે કાયાપલટ

Dinesh Chaudhary

Last Updated: 07:54 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છારોડીમાં તળાવના વિકાસ પાછળ રૂ. 5.26 કરોડ ખર્ચાયા છે જે 167.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તેની ફરતે 716 મીટરની લંબાઈનો વોક-વે સહિત વૃક્ષોથી હરિયાળો બનાવાયો છે.

  • AMC દ્વારા છારોડી ગામે તળાવનું લોકાર્પણ કરાશે
  • થલતેજ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ તળાવને મનોરમ્ય બનાવાશે
  • 67.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે

અમદાવાદમાં આવતી કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારોડી ગામ તળાવનું લોકાર્પણ કરાશે. આ તળાવના વિકાસ પાછળ રૂ. 5.26 કરોડ ખર્ચાયા છે, જે 167.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ તળાવની ફરતે 716 મીટરની લંબાઈનો વોક-વે સહિત તેને વૃક્ષોથી હરિયાળો બનાવાયો છે. હવે તંત્ર દ્વારા થલતેજ ગામના તળાવના વિકાસ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા આ તળાવના ડેવલપમેન્ટ પાછળ રૂ.4.80 કરોડ ખર્ચાશે, જેનું આવતી કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આનંદ-પ્રમોદ કરવા માટેનું નવલું નજરાણું મળશે
થલતેજ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ તળાવને મનોરમ્ય બનાવાશે. આશરે 19,617 ચોરસ મીટરના વોટર બોડી એરિયા સહિત કુલ ૩૨,૯૫૦ ચો. મીટરમાં તળાવનો વિકાસ કરવાનો હોઈ થલતેજ સહિતના આસપાસના વિસ્તારના લોકોને ભવિષ્યમાં આનંદ-પ્રમોદ કરવા માટેનું નવલું નજરાણું મળવાનું છે. મ્યુનિ. કોર્પો. દ્વારા આ તળાવ પરિસરમાં 480 મીટર લંબાઈ અને 3.5 મીટર પહોળાઈનો વોક-વે બનાવાશે, જે એલઈડી લાઇટિંગ સાથેનો હોઈ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. તળાવ માટે 355 મીટર લંબાઈમાં આરસીસી રિટેનિંગ વોલ બનાવાશે, તેમજ તેને દોઢ મીટર ઊંડાઈમાં ખોદીને તેમાં જળસંગ્રહ કરાશે. 

ગ્રીન સિટીના સંકલ્પને સાકાર કરાશે
તળાવ ફરતે ગ્રીનરી કરવા માટે તંત્રએ 5,800 ચો.મીટર જમીનને ગ્રીન સ્પેસ એરિયા ડેવલપમેન્ટ તરીકે જાહેર કરી છે. આટલા વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વાવીને સત્તાવાળાઓ ગ્રીન સિટીના સંકલ્પને સાકાર કરવા જશે. ખાસ કરીને શનિ-રવિની રજાઓ કે વેકેશનમાં ભૂલકાંઓને લઈને માતાપિતા તળાવની મુલાકાતે આવતાં હોય છે. એટલા માટે બાળકોની મોજમસ્તી સારું સત્તાધીશો 380 ચો.મીટરમાં ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસિત કરશે, જ્યાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમતગમતનાં અતિ અધુનિક સાધનો મૂકવામાં આવશે.

હેન્ડિકેપ્ડ માટે ટોઇલેટ બ્લોકની પૂરતી વ્યવસ્થા કરાશે
સત્તા‍વાળાઓએ તળાવની મુલાકાતે આવનાર શહેરીજનો પોતાનાં ટુ-વ્હીલર કે ફોર વ્હીલરનું પાર્કિંગ કરી શકે તે માટે 1340 ચો.મીટર જગ્યા અલાયદી ફાળવી છે, જેના કારણે શહેરીજનો કોઈ પણ હેરાનગતિ વગર પોતાનાં વાહનને પાર્ક કરી શકશે તેવો તંત્રનો દાવો છે. આ ઉપરાંત તળાવની મુલાકાતે આવનારા સ્ત્રી-પુરુષ ઉપરાંત હેન્ડિકેપ્ડ માટે ટોઇલેટ બ્લોકની પૂરતી વ્યવસ્થા કરાશે. લોકોને માટે પીવાનાં પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી પણ મુકાશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Chharodi lake છારોડીમાં તળાવનું લોકોર્પણ તળાવનું લોકાર્પણ ahmedabad launch lake
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ