બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓગસ્ટમાં સરકારી કર્મચારીઓને 10 દિવસની રજા, એક દિવસની રજા મૂકતાં મળશે 4 દિવસનું મિની વેકેશન

August Holidays / ઓગસ્ટમાં સરકારી કર્મચારીઓને 10 દિવસની રજા, એક દિવસની રજા મૂકતાં મળશે 4 દિવસનું મિની વેકેશન

Published By: Vishal Khamar

Last Updated: 02:53 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કેલેન્ડરમાં રજાના મહિના તરીકે ઓળખાતા ઓગસ્ટ મહિનામાં આ વર્ષે પણ સરકારી કર્મચારી અને બેન્ક કર્મચારી માટે રજાઓની જાણે લહાણી થઈ છે.

સરકારી કેલેન્ડરમાં રજાના મહિના તરીકે ઓળખાતા ઓગસ્ટ મહિનામાં આ વર્ષે પણ સરકારી કર્મચારી અને બેન્ક કર્મચારી માટે રજાઓની જાણે લહાણી થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારની પાંચ સાપ્તાહિક રજા, બીજા અને ચોથા શનિવારની બે રજા તેમજ સ્વતંત્રતા દિવસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનની જાહેર રજાને મળીને કુલ ૧૦ દિવસ બેન્કો બંધ રહેશે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ રજાનો માહોલ જોવા મળશે. આ વર્ષે આ ઓગસ્ટ માસમાં કર્મચારીઓને ત્રણ વખત સળંગ બે દિવસની રજા મળવાનો લાભ મળશે. તા.૮ તથા ૯ ઓગસ્ટ, તા.૧૫ અને ૧૬ ઓગસ્ટ અને તા.૨૨-૨૩ ઓગસ્ટે શનિવાર-રવિવારની સતત રજાથી પ્રવાસ કે પારિવારિક આયોજન માટે અનુકૂળ તક મળશે.

આ ઉપરાંત જો કોઈ સરકારી કર્મચારી તા.૨૪મી ઓગસ્ટને સોમવારે એક દિવસની રજા મૂકે તો તા.૨૨મીથી તા.૨૫મી ઓગસ્ટ સુધી સતત ચાર દિવસનું મિની વેકેશન માણી શકશે. તેથી ઓગસ્ટ મહિનો સરકારી કર્મચારી માટે આરામ અને પરિવાર સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ અવસર બની શકે છે.

આ પણ વાંચોઃ મોંઘા ભાવના ફ્લેટ્સ બની ગયા, પણ પાણી જવાનો રસ્તો બનાવવાનું તંત્ર ભૂલી ગયું! શેલા-બોપલમાં આખરે કોણે કરી બેદરકારી?

ઓગસ્ટ-૨૦૨૬ની સરકારી રજાઓ

  • ૨ ઓગસ્ટ (રવિવાર) : સાપ્તાહિક રજા
  • ૮ ઓગસ્ટ (શનિવાર) : બીજો શનિવાર
  • ૯ ઓગસ્ટ (રવિવાર) : સાપ્તાહિક રજા
  • ૧૫ ઓગસ્ટ (શનિવાર) : સ્વતંત્રતા દિવસ
  • ૧૬ ઓગસ્ટ (રવિવાર) : સાપ્તાહિક રજા
  • ૨૨ ઓગસ્ટ (શનિવાર) : ચોથો શનિવાર
  • ૨૩ ઓગસ્ટ (રવિવાર) : સાપ્તાહિક રજા
  • ૨૫ ઓગસ્ટ (મંગળવાર) : ઈદ-એ-મિલાદ
  • ૨૮ ઓગસ્ટ (શુક્રવાર) : રક્ષાબંધન
  • ૩૦ ઓગસ્ટ (રવિવાર) : સાપ્તાહિક રજા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

August 2026 holidays bank holidays August 2026 government holidays August 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ