બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવી BESS પોલિસી: દિવસે સંગ્રહ થશે સૌર વીજળી, રાત્રે પણ મળશે સપ્લાય; 100 GW રિન્યુએબલ એનર્જી લક્ષ્યને વેગ

ગુજરાત / નવી BESS પોલિસી: દિવસે સંગ્રહ થશે સૌર વીજળી, રાત્રે પણ મળશે સપ્લાય; 100 GW રિન્યુએબલ એનર્જી લક્ષ્યને વેગ

Published By: Nidhi Panchal

Last Updated: 02:51 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર સૌર અને પવન ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ કરવા માટે નવી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) નીતિ તૈયાર કરી રહી છે. આ નીતિ હેઠળ દિવસે ઉત્પન્ન થતી વધારાની વીજળીનો સંગ્રહ કરીને રાત્રે અને પીક અવર્સમાં તેનો ઉપયોગ કરી શકાશે.

ગુજરાત સરકાર રાજ્યમાં સૌર અને પવન ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે સમર્પિત નવી નીતિ તૈયાર કરી રહી છે. આ નીતિ હેઠળ દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વધારાની વીજળીને બેટરીમાં સંગ્રહીને સૂર્યાસ્ત પછી તેમજ માગ વધે ત્યારે ગ્રીડમાં પૂરી પાડી શકાશે.

solar-powered-fan1

નવી નીતિનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવામાં મદદરૂપ થવાનો છે, સાથે જ વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધારવી, ગ્રીડને વધુ સ્થિર અને લવચીક બનાવવો તથા સૌર-પવન ઊર્જાના ઉત્પાદનના ઉતાર-ચઢાવને સંતુલિત કરવાનો પણ ઉદ્દેશ છે.

સૌર ઊર્જાનું ઉત્પાદન ઘણી વખત માગ કરતાં વધુ હોય

ઊર્જા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન સૌર ઊર્જાનું ઉત્પાદન ઘણી વખત માગ કરતાં વધુ હોય છે, જેના કારણે વધારાની વીજળીનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. નવી નીતિ અમલમાં આવ્યા બાદ આ વધારાની વીજળી બેટરીમાં સંગ્રહિત કરીને રાતના સમયે અથવા પીક અવર્સમાં ઉપયોગમાં લઈ શકાશે.

અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં વીજ વિતરણ

સરકાર ડ્રાફ્ટનીતિને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં વીજ વિતરણ કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, પ્રોજેક્ટ ડેવલપર્સ, બેટરી ઉત્પાદકો, નાણાકીય સંસ્થાઓ અને ટેકનિકલ નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. નીતિમાં ટેકનિકલ ધોરણો, સલામતી, સાયબર સુરક્ષા અને પર્યાવરણ સંબંધિત જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો : ત્રાસની હદ! પતિના અત્યાચારથી પત્નીનું 20 કિલો વજન ઘટ્યું, પતિ માતા સાથે વાત કરતો રહ્યો અને પરિણીતા પિયરે પહોંચી

આ નીતિ દ્વારા બેટરી ઉત્પાદન ઉદ્યોગ, સ્ટોરેજ આધારિત નવા બિઝનેસ મોડલ અને સંબંધિત રોકાણોને પણ પ્રોત્સાહન મળશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડેટા સેન્ટરો, ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સના કારણે આગામી વર્ષોમાં વીજળીની માગ ઝડપથી વધવાની છે. આવી સ્થિતિમાં મોટા પાયે બેટરી સ્ટોરેજ વ્યવસ્થા રાજ્યની ઊર્જા સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત હાલ દેશમાં પવન ઊર્જા ઉત્પાદન અને રૂફટોપ સોલર સ્થાપનમાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે. નવી BESS નીતિ રાજ્યની હરિત ઊર્જા ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Solar Power BESS Policy Gujarat Energy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ