બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / AMC sealed the society's office leaving the citizens stunned

કોની બેદરકારી? / 'પૈસા ભર્યા છે છતાંય જોતા નથી', AMCએ સોસાયટીની ઓફિસને સીલ મારી દેતા નાગરિકો અકળાયાં

Vishal Khamar

Last Updated: 03:49 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા ખોટી મિલકત ઉપર બાકી ટેક્ષની નોટિસ મારી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં આવેલ ચંદ્રનગર પાસેની રંગ સાગર સોસાયટી વિભાગ -૨ ની સોસાયટીની ઓફિસમાં બાકી લેણાંનાં એક લાખ ચોવીસ હજાર જેટલી માતબર રકમ બતાવી સીલ મારતાં સોસાયટી રહીશો અને સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાયા હતા.

  • ટેક્સ ભર્યા છતાં AMCએ ઓફિસને મારી સીલ 
  • એડવાન્સ ટેક્સ ભરેલો હોવા છતાં AMCએ સીલ માર્યું
  • રત્નસાગર સોસાયટીની ઓફિસરને મારવામાં આવી સીલ 

AMC દ્વારા એક તરફ એડવાન્સ ટેક્ષ ની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે લોકો પણ પોતાની ફરજ સમજી એડવાન્સ ટેક્ષ અને બાકી લેણાં ભરવા સહમત થઈ રહ્યાં હોવાનું જોવા મળે છે.બીજી તરફ પોતાની ગણતરી કરતાં પણ વધુ એડવાન્સ ટેક્ષની રકમ મેળવીને AMC હરખમા અને હરખમાં બાકી ટેક્ષ નું બિલ અન્યો એડવાન્સ ટેક્ષ વાળી મિલ્કતો ઉપર ચિપકાવી જાય છે તેવું પણ જોવા મળે છે. ત્યારે જે પ્રજાએ એડવાન્સ ટેક્ષ અથવા પોતાના તરફથી AMC નાં ખાતામાં જમા રકમ રાખી હોય તેવાં લોકો પોતાની મિલકત ઉપર બાકી લેણાં ની AMC દ્વારા લગાવવામાં આવેલી નોટિસ જોઈએ શરમ અને સંકોચ અનુભવે રહ્યાં છે.

કોર્પોરેશન દ્વારા તમામ બિલો લઈને એએમસીએ રૂબરૂ મળવા બોલાવ્યા
આવો જ એક બીજો કિસ્સો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ચંદ્રનગર પાસે આવેલી જૂની સોસાયટી રંગ સાગર વિભાગ -૨ માં બનેલો જોવા મળ્યો છે. સોસાયટી નાં કાર્યાલય ઉપર બાકી લેણાં ની સવા લાખ જેટલી માતબર રકમ નું સીલ લટકાવી ઓફિસ બંધ કરી દીધી હોવાનું જોવા મળે છે.સોસાયટી નાં લોકો  દ્વારા AMC નું ધ્યાન દોરવામાં આવતાં તમામ જમાં બિલો લઈને AMC રૂબરૂ મળવા બોલાવ્યા હોવાની માહિતી મળે છે.ત્યારે સોસાયટી નાં રહીશો નો એકજ સવાલ છે કે AMC ની બેદરકારી નો ભોગ બનીને જનતાએ પોતાનો ખુલાસો કરવા જવાનું આવો ન્યાય કેવો અને આતે કેવું અંધેર રાજ કહેવાય તેવો આક્રોશ વ્યક્ત કરતાં સોસાયટી રહીશો ખૂબ નારાજ જોવાં મળ્યાં. 

વધુ વાંચોઃ 'કોંગ્રેસમાં જે કેનાલો બની તેને ચાલુ કરો, નહીં તો...', ઉનાળો શરૂ થતા જ બનાસકાંઠાના ખેડૂતો ચિંતાતૂર

લેટેસ્ટ બિલમાં રૂા. 2640 જમા છેઃ જીજ્ઞેશ ચોકસી (સોસાયટી ચેરમેન)
આ બાબતે સોસાયટીના ચેરમેન જીજ્ઞેશ ચોક્સીએ જણાવ્યું હતું કે, અમારી જે સોસાયટી છે. તેનું મ્યુનિસિપાલીટીનું જે ટેક્સ બિલ છે. અને આ એનું નવું બિલ છે.  જેમાં 2640 રૂપિયા જમા બોલે છે.  કોર્પોરેશન દ્વારા ગઈકાલેએ અહીંયા આવીને સીલ કરી દીધું છે.  સીલમાં એવું લખ્યું છે કે ટેક્સનાં રૂા. 1,24,000 બાકી છે.  જ્યારે આ મારી પાસે લેટેસ્ટ બિલ છે.  જેમાં રૂા. 2640 જમા છે.  ત્યારે કોર્પોરેશન દ્વારા તેની ભૂલના કારણે અહીંયા સીલ મારેલ છે. જેથી અમારે હવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે.  અમારી સોસાયટીનો તમામ રેકર્ડ અંદર છે. અમે આજે કોર્પોરેશન ખાતે 4 વાગ્યે જવાના છીએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ