બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / AMC active to protect Ahmedabad residents from fake sweets during Diwali, checking for Mawaani sweets in shops

ચેકીંગ / દિવાળીમાં અમદાવાદીઓને નકલી મીઠાઈઓથી બચાવવા AMC એક્ટિવ, દુકાનોમાં માવાની મીઠાઈઓનું ચેકિંગ

Vishal Khamar

Last Updated: 10:26 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ તેમજ મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અમદાવાદમાં AMC દ્વારા મીઠાઈની દુકાનોમાંથી પેમ્પલ લીધા હતા. તેમજ ડીસામાંથી પણ ફ્રૂડ વિભાગે માવાનાં સેમ્પલ લઈ FSL માં મોકલ્યા હતા.

  • તહેવાર ટાણે આરોગ્ય વિભાગ સતર્ક
  • ફરસાણ અને મીઠાઇની દુકાનમાંથી લીધા નમૂના
  • દુકાનમાંથી નમૂના લઇ FSL લેબમાં મોકલ્યા

 દિવાળી નજીક આવતા સેમ્પલ લેવાની કામગીરી
AMC  દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. ત્યારે દિવાળી નજીક આવતા સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી. નેહરૂનગર પાસે બિકાનેર મીઠાઈને ત્યાં AMC દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ મીઠાઈમાં વપરાયેલા માવાની ચકાસણી કરી હતી. અને ફરસાણમાં વપરાયેલા તેલની પણ ચકાસણી કરી હતી.  

ફૂડ વિભાગની અચાનક તપાસથી વેપારીમાં ફફડાટ
દિવાળીનાં તહેવારને લઈ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મીઠાઈ તેમજ ફરસાણમાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાનાં ડીસામાં માવા અને ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દુકાનોમાંથી 80 કિલો શંકાસ્પદ માવાનાં સેમ્પલ લેવાયા હતા. જ્યારે એક દુકાનમાંથી 32 કિલો શંકાસ્પદ ફરસાણનાં સેમ્પલ લેવાયા હતા. ત્યારે ફ્રૂડ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ