બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Ambati Rayudu will now be seen on the political pitch

નવી ઇનિંગ્સ / આ સ્ટાર ક્રિકેટર હવે રાજનીતિની પિચ પર કરશે બેટિંગ, પકડી જાણીતી પાર્ટી, મુખ્યમંત્રીએ પહેરાવ્યો ખેસ

Kishor

Last Updated: 09:48 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

37 વર્ષીય રાયડુએ IPL 2023 માં જીત બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જે હવે રાજનીતિની પિચ પર જોવા મળશે.

  • અંબાતી રાયડુ હવે રાજનીતિની પિચ પર પોતાના કિસ્મત અજમાવશે
  • મુખ્યમંત્રી જગત રેડીની હાજરીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુ હવે રાજનીતિની પિચ પર પોતાના કિસ્મત અજમાવશે. આજે તેઓએ રાજનીતિની પીચ પર વિધિવત કદમ માંડી દીધા છે. તેઓ મુખ્યમંત્રી જગત રેડીની હાજરીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. નોંધનીય છે કે 37 વર્ષીય રાયડુએ IPL 2023 માં જીત બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. રાયડુ IPL માં ગત વર્ષે મહેન્દ્રસિંહ ધોનીની નેતૃત્વ વાળી ચેન્નાઈ સુપર કિંગમાંથી રમ્યા હતા અને તેમણે જીત બાદ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. જેને હવે રાજકારણમાં ડગ માંડ્યા છે.

રાયડુ લોકસભા ચૂંટણી લડે છે
નોંધનિય છે કે આ વર્ષે જૂનમાં રાયડુએ આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. આ જેઓ YSRCPના વડા છે. આજે રાયડુએ વિધિવત પાર્ટી જોઈન કરી છે પરંતુ હજુ સુધી તેને લોકસભા ચૂંટણી માટે ક્યાંથી ટિકિટ મળશે. કે કેમ? તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. બીજી બાજુ એવી શક્યતા સેવાઇ રહી છે કે જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને માછલીપટ્ટનમથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 

આઈપીએલમાં 203 મેચ રમી

ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો રાયડુએ ટીમ ઇન્ડિયામાંથી ભારત માટે 55 વનડેમાં 47.05ની એવરેજથી કુલ 1,694 રન બનાવ્યા છે. વધુમાં એક મેચમાં અણનમ 124 રનએ તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.. તેણે 3 સદી અને 10 અડધી સદી પણ ફટકારી હતી. રાયડુ 6 ટી20 મેચ પણ રમ્યો હતો. જેમાં તેણે 10.50ની એવરેજથી માત્ર 42 રન જ બનાવ્યા હતા. બીજી બાજુ આઈપીએલમાં પણ રાયડું એ પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. તેણે આઈપીએલમાં 203 મેચ રમી, જેમાં તેણે 4348 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ