બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / amarnath shrine board advisory for yatra which begins on 1 july 2023

ફિટ ઈન્ડિયા / દરરોજ 4થી 5 કિમી ચાલવા સહિત શરીર માટે આ વસ્તુઓની ટેવ પાડો, અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર

Vaidehi

Last Updated: 05:28 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રાને લઈને શ્રાઈન બોર્ડે એડાવાઈઝરી જાહેર કરી છે જેથી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

  • અમરનાથની યાત્રા 1 જૂલાઈથી શરૂ 
  • અમરનાથ શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી
  • શ્રદ્ધાળુઓને યાત્રા પહેલાં શું કરવું જોઈએ તે અંગે આપ્યું સૂચન

Amarnath Yatra 2023: હિંદૂ ધર્મમાં અમરનાથની યાત્રાનું અનેરું મહત્વ છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અમરનાથમાં બરફનાં શિવલિંગનાં રૂપમાં વિરાજમાન ભગવાન શિવનાં દર્શન કરી લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે અમરનાથની યાત્રા 1 જૂલાઈથી શરૂ થવાની છે. હાલમાં અમરનાથ શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે જેથી શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

યાત્રા પહેલા દરરોજ 4-5 કિલોમીટર વોક કરવું
વધુ ઊંચાઈવાળા સ્થળો પર લોકોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શું-શું કરવું જોઈએ તે બાબતોનું વર્ણન એડવાઈઝરીમાં કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓને યાત્રા પર આવવાથી પહેલાં શારીરિક રીતે ફિટ રહેવું જરૂરી છે. આ માટે તાત્કાલિક તૈયારી કરવાની શરૂ કરી દો. યાત્રાનાં એક મહિના પહેલાથી મોર્નિંગ અને ઈવનિંગ વોક શરૂ કરી દો. આ દરમિયાન દરરોજ 4-5 કિલોમીટર પગે ચાલવું.

યાત્રા પહેલા શરૂ કરો કસરત
આ સિવાય શરીરમાં ઓક્સિનજનની યોગ્ય માત્રા જળવાય તે માટે કસરત કરવું જરૂરી છે. યાત્રાથી પહેલા પ્રાણાયમ અને શ્વાસની કેટલીક એક્સરસાઈઝ કરવી. જો તમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે તો યાત્રા પર જવાથી પહેલા ડોક્ટરો પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે. યાત્રા દરમિયાન ચઢાણ ચડતી વખતે ધીમે ચાલવું. 

આ વર્ષે 1 જૂલાઈથી અમરનાથની યાત્રા શરૂ થશે જે 31 ઑગસ્ટ સુધી ચાલશે. માન્યતા છે કે ભગવાન શિવે બાબા બર્ફાનીની આ ગુફામાં જ માતા પાર્વતીને તેમના અમૃત્વનું રહસ્ય જણાવ્યું હતું. અમરનાથની યાત્રાને સૌથી અઘરી યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ