દુનિયામાં અનેક એવા દેશો એવા છે કે, જ્યાં મહિલાઓએ ટોપલેસ થઈને પ્રોટેસ્ટ કરેલા છે. જેમાં મહિલાઓ પોતાના અર્ધનગ્ન શરીરને એક શક્તિશાળી હથિયાર તરીકે ઉપયોગ કરે છે, કેમ કે, આ ઘટનાઓ તરત જ મીડિયાના ધ્યાને આવે છે અને લોકો સુધી તરત પહોંચી શકે છે. જેનાથી તે પોતાની વાતને લોકો સુધી પહોંચાડી શકે છે. મહિલાઓના ટોપલેસ વિરોધ પ્રદર્શનો મોટા ભાગે મોટા રાજકીય સંમેલન, વિવિધ દેશોના નેતાઓની બેઠક કે કોઈ મોટા ફેસ્ટિવલ દરમિયાન જોવા મળે છે. કેમ કે, ત્યારે મીડિયાનું ફોકસ હોય છે. ચાલો વિશ્વભરના તેવા અંદોલન વિષે જાણીએ.
- યુક્રેન અને ફ્રાન્સનું FEMEN મુવમેન્ટ
FEMEN એ ટોપલેસ વિરોધ દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચનારું સૌથી વિવાદાસ્પદ ફેમિનિસ્ટ આંદોલન છે, જે યુક્રેનમાં જન્મ્યું હતું અને આજે ફ્રાન્સથી ચાલે છે. જેના ટોપલેસ પ્રોટેસ્ટમાં મહિલાઓ ઉપલા ભાગે નગ્ન, શરીર પર સ્લોગન લખીને વિરોધ કરે છે. જેમના મુખ્ય મુદ્દાઓ પિતૃસત્તા સામે ધાર્મિક કટ્ટરવાદ, રાજકીય ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવવાનો છે. ટોપલેસ પ્રોટેસ્ટ હજુ ચાલુ છે.
- અર્જેન્ટિનાનું 'ની ઉના મેનોસ' મુવમેન્ટ
આ આંદોલન અર્જેન્ટિનામાં શરૂ થયું હતું, જેમાં ઘણી મહિલાઓએ રાષ્ટ્રપતિ ભવન સામે નિર્વસ્ત્ર થઈને હિંસા સામે વિરોધ નોંધાવ્યો હતો. 3 જૂન 2015ના રોજ બ્યુનોસ આયર્સના કોંગ્રેસ સ્ક્વેર ખાતે 3 લાખથી વધુ લોકો એકઠા થયા. આ લેટિન અમેરિકાનો સૌથી મોટો મહિલા અધિકાર વિરોધ ગણાયો હતો. અર્જેન્ટિનાથી શરૂ થયેલું આ આંદોલન ચિલી, પેરુ, મેક્સિકો, ઉરુગ્વે, બ્રાઝિલ સહિત આખા લેટિન અમેરિકા અને સ્પેનમાં ફેલાયું હતું. 'ની ઉના મેનોસ'નો અર્થ એવો થાય છે કે, 'એક પણ ઓછી નહીં'. ત્યાર બાદ મહિલા વિરુદ્ધ હિંસા સામે કાયદાઓને વધુ કડક કરવામાં આવ્યા હતા.

- Body Freedom અને 'Free the Nipple' મુવમેન્ટ
આની શરૂઆત 2012–2014 દરમિયાન અમેરિકામાં થઇ હતી જેનો મુખ્ય ચહેરો લીના એસ્કો હતી. તેમનો મુખ્ય મુદ્દો “પુરુષો ટોપલેસ રહી શકે છે, પણ મહિલાઓના સ્તનની નિપ્પલ બતાવવા પણ ગુનો છે – આ જાતીય ભેદભાવ છે.” જેથી મહિલાઓને પુરુષોની જેમ જાહેરમાં ટોપલેસ રહેવાનો કાયદાકીય અને સામાજિક અધિકાર મળે. આથી 2014–15માં અમેરિકા, બ્રિટન, આઇસલેન્ડ, કેનેડામાં મોટા ટોપલેસ માર્ચ યોજાયા હતા. જેને રિહાના, સ્કાઉટ વિલિસ, માઇલી સાયરસ, ચેલ્સી હેન્ડલર વગેરે સેલિબ્રિટીએ સમર્થન કર્યું હતું. હવે અમેરિકાના ન્યૂ યોર્ક, ઓરેગોન, હવાઈ જેવા કેટલાક રાજ્યોમાં મહિલાઓને કાયદાકીય રીતે ટોપલેસ અધિકાર મળી ગયો છે. તો યુરોપમાં સ્પેન, જર્મની, ડેન્માર્ક, સ્વીડનમાં ટોપલેસ સંપૂર્ણ સ્વીકૃત છે.
- સ્પેનમાં ટોપલેસ વિરોધ
સ્પેનમાં બળદની પીડા વિરુદ્ધ ટોપલેસ વિરોધો મુખ્યત્વે પશુ અધિકાર સંસ્થાઓ જેમ કે PETA અને AnimaNaturalis દ્વારા આયોજિત થાય છે. આ વિરોધો બુલફાઇટિંગ અને 'રનિંગ ઓફ ધ બુલ્સ' જેવી પરંપરાઓ વિરુદ્ધ છે, જેને તેઓ બળદો પર યાતના તરીકે જુવામાં આવે છે. જેમાં પામ્પ્લોના (સાન ફર્મીન ફેસ્ટિવલ)માં 2017 અને 2019માં દાસ્કડો ટોપલેસ મહિલાઓએ નકલી શિંગડા પહેરી, લાલ પેઇન્ટ (રક્તનું પ્રતીક) લગાવીને પ્લાઝા વિરુદ્ધ વિરોધ કર્યો. તેઓએ "સ્ટોપ બુલફાઇટિંગ"ના નારા લગાવ્યા હતા.
- મહિલાઓ ટોપલેસ થઈને કેમ કરે છે વિરોધ?
ફેમિનિસ્ટ સંગઠનો ઘણીવાર કપડાં ઉતારીને એટલા માટ પ્રોટેસ્ટ કરે છે કે કેમ કે, ટોપલેસ થતાં જ મીડિયા અને લોકોની નજર તરત પડે છે. નાની વાત પણ વૈશ્વિક હેડલાઇન બને છે. તેઓ પોતાની માંગો રાજકીય પાર્ટી, સરકાર કે વૈશ્વિક મીડિયા સુધી પહોંચાડવા માટે આવું કરે છે. તેઓ “પુરુષ ટોપલેસ રહી શકે, મહિલા કેમ નહીં?” – આ ભેદભાવ સીધો સામે લાવે છે. આવા વિરોધનો મુખ્ય હેતુ મહિલાના અધિકારોની વકાલત કરવી, મહિલાઓ પર થતા અત્યાચાર, બળાત્કાર, ઘરેલુ હિંસા અને ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનો હોય છે. ઘણા વિરોધોનો હેતુ લિંગ આધારિત ભેદભાવ દૂર કરવાનો અને મહિલાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો હોય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ