બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Alert Gujarati: An alarming increase in heart disease patients in the state

સાચવજો / ગુજરાતીઓ ઍલર્ટ! રાજ્યમાં હૃદયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો, રોજના 215 દર્દીઓ જાય છે હોસ્પિટલ

Malay

Last Updated: 10:50 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સપ્ટેમ્બર 2023માં 6442 હ્રદય રોગના દર્દીઓ પહોચ્યા હોસ્પિટલ.

  • ગુજરાતમાં હ્રદયરોગના દર્દીઓમાં વધારો
  • રોજના 215 દર્દીઓ લે છે સારવાર  
  • શ્વાસ લેવાની તકલીફના કેસોમાં 19%નો વધારો 

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્રદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે.

હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં થવા લાગે છે આ બદલાવ, આ વસ્તુઓ નોટીસ કરતા  રહેજો | These changes seem to take place in the body before a heart attack,  keep noticing

હાર્ટ એટેકેથી મોતની ઘટનાઓ વધી
હ્રદય રોગના હુમલાની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ કોઈને કોઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે, તો કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. એકલા રાજકોટમાં જ છેલ્લા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી અવસાન થયા છે. 

સપ્ટેમ્બર 2023માં 6442 હ્રદયરોગના દર્દીઓ પહોંચ્યા હોસ્પિટલ 
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2022ની સરખામણીએ સપ્ટેમ્બર 2023માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા કોલ્સમાં 22.63 ટકાનો વધારો થયો છે. એટલે કે સપ્ટેમ્બર 2022માં હ્રદય રોગ-કાર્ડિયાકને લગતા 5253 ફોન આવતા હતા, જ્યારે સપ્ટેમ્બર 2023માં રોગ-કાર્ડિયાકને લગતા 6442 કોલ્સ આવ્યા છે. એકંદરે 22.63 ટકા કોલ્સ વધ્યા છે. સપ્ટેમ્બર 2023માં રોગ-કાર્ડિયાકને લગતા દરરોજના 215 જેટલા કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા છે.

શ્વાસ લેવાની તકલીફના કેસોમાં 19%નો વધારો 
તો શ્વાસ સંબંધિત કેસમાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 19 ટકા જેટલો વધારો થયો છે. એટલે કે સપ્ટેમ્બર 2022માં શ્વાસ લેવામાં તકલીફના 6937 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જ્યારે આ સપ્ટેમ્બર મહિનમાં 8266 કોલ્સ આવ્યા છે. એટલે કે શ્વાસ લેવામાં તકલીફના એમ્બ્યુલન્સને દરરોજના 275 જેટલા ફોન આવ્યા છે. 

હાર્ટ એટેક અંગે નિષ્ણાતોનું શું માનવું છે?
તાજેતરમાં હાર્ટ એટેકના ઘણા કેસો સાંભળવા મળે છે. લગ્નમાં હસતા, રમતા અને નાચતા સ્વસ્થ લોકોના હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ થતા આરોગ્ય નિષ્ણાતો ચિંતામાં મુકાયા છે. હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. કોવિડ બાદ હાર્ટ એટેકમાં અચાનક વધારો થવા અંગે ચર્ચા ચાલી રહી છે, તેની પાછળનું સાચું કારણ શું છે. આવો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતો શું માને છે. ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

સ્ટ્રેસ લેવો
વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ  એટેકનો વધી ગયો છે ખતરો Heart attack signs: these signs of blockage in  arteries do not ignore

પૂરતી ઊંઘ ન લેવી
પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

ખરાબ ડાયેટ
આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.

જેનેટિક કારણો
પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

વ્યાયામનો અતિરેક
તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ