બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / akshay kumar says he makes movies on unconventional subjects without thinking about box office returns

મનોરંજન / કોઈના બાપમાં તાકાત નહોતી કે...: અક્ષય કુમારે પોતાની બે ફિલ્મોને લઈને જુઓ શું કહ્યું કે સોશ્યલ મીડિયામાં ખૂબ થઈ રહી છે ચર્ચા

Manisha Jogi

Last Updated: 12:29 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમારે જણાવ્યું છે કે, ‘તેઓ જે પ્રકારના વિષય પર બનેલ ફિલ્મોમાં કામ કરે છે, તે પ્રકારે ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરતું નથી.’

  • અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ રિલીઝ
  • અક્ષય કુમારે પોતાની બે ફિલ્મો બાબતે આપ્યું નિવેદન
  • ‘કોઈના બાપમાં તાકાત નહોતી કે...’

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઈ છે. અક્ષય કુમારને હજુ પણ ફિલ્મ ‘OMG 2’ બાબતે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ 8 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમારે જણાવ્યું છે કે, ‘તેઓ જે પ્રકારના વિષય પર બનેલ ફિલ્મોમાં કામ કરે છે, તે પ્રકારે ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરતું નથી. કોઈના બાપમાં તાકાત નહોતી કે, સેનેટરી પેડ પર ફિલ્મ બનાવે, પરંતુ તેમણે ફિલ્મ ‘પેડમેન’ બનાવી.’

અક્ષય કુમારે ફિલ્મ ‘OMG 2’ બાબતે જણાવ્યું છે કે, ‘OMG 2’ એક એડલ્ટ ફિલ્મ હતી. શું તમને એવું લાગી રહ્યું છે કે, તે એક એડલ્ટ ફિલ્મ છે? તે એક એવી ફિલ્મ હતી, જે નવયુવાઓને દર્શાવવી જોઈએ. મેં તેમના માટે જ આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. લોકોને તેના વિશે જાણ હોવી જોઈએ. 

અક્ષય કુમારે ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ બાબતે જણાવ્યું છે કે, ‘લોકોએ મને આ ફિલ્મ બાબતે કહ્યું હતું કે, આ તો કંઈ ટાઈટલ છે? તમે પાગલ છે? તમે ટોયલેટ પર ફિલ્મ બનાવી રહ્યા છો. મેં કોઈનું સાંભળ્યું નહોતું. હું આગળ વધ્યો અને આ ફિલ્મ બનાવી. મારી ફિલ્મો કેવો બિઝનેસ કરશે, તે વિશે વિચારવા માટે મજબૂર કરીને મને નિરાશ ના કરશો. આવા વિષય પર ફિલ્મ એટલા માટે બનાવવામાં આવે છે, જેથી દર્શકોને તેમની મુશ્કેલી વિશે જાણી શકે. આપણા સમાજને બદલવાનો સમય આવી ગયો છે.’

અક્ષય કુમારે ફિલ્મ ‘પેડમેન’ બાબતે જણાવ્યું છે કે, ‘મેં સેનેટરી પેડ ઉપર ફિલ્મ બનાવી. કોઈના બાપમાં તાકાત નહોતી કે, સેનેટરી પેડ પર ફિલ્મ બનાલવે. કોઈ પેડને હાથ પણ નથી લગાવતું. હું તે વ્યક્તિનું નામ નહીં લઉં, પરંતુ હું કોઈની સાથે ઊબો હતો. અમારા હાથમાં પેડ હતા. તે વ્યક્તિના હાથમાં પણ પેડ આપ્યું. તેમના PA એ મારા કાનમાં કહ્યું કે, આ હાથમાં ના આપશો, સારું ના લાગે.’

અક્ષય કુમારે ફિલ્મ ‘મિશન રાનીગંજ’ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મિશન રાનીગંજ’ કમર્શિયલ ફિલ્મ નથી, તેઓ આ પ્રકારની ફિલ્મ કરવાનું બંધ કરી દશે. ‘મિશન રાનીગંજ’એ પહેલા દિવસે સમગ્ર દેશમાં 2.85 કરોડની કમાણી કરી છે. જે ખૂબ જ નબળી ઓપનિંગ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ