બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / akhatrij akshaya tritiya 2023 shubh yog puja muhurat

ધર્મ / આ અખાત્રીજ એક નહીં 7 યોગનો મહાસંયોગ, કરી લો ફક્ત આટલું કામ રાતોરાત બદલાઈ જશે કિસ્મત, પૈસાનો થશે વરસાદ

Arohi

Last Updated: 02:06 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Tritiya 2023: અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. સાથે જ આ વર્ષે અખાત્રીજ પર 7 શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગના મહાયોગમાં કરવામાં આવેલા અમુક ખાસ ઉપાયથી ધન વર્ષા થઈ શકે છે.

  • અખાત્રીજ પર છે ખૂબ જ ખાસ સંયોગ 
  • બની રહ્યા છે 7 શુભ મહાસંયોગ 
  • આ ઉપાયથી નહીં રહે ધનની કમી 

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાએ અક્ષય તૃતીયા અટલે કે અખાત્રીજનો મહાપર્વ ઉજવવામાં આવશે. આ દિવસે કરવામાં આવેલા શુભ કામ અક્ષય ફળ આપે છે. માટે લોકો આ દિવસે સોના-ચાંદી, ઘર ગાડી વગેરેની ખરીદી કરે છે. વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નવા કામની શરૂઆત વગેરે માટે અખાત્રીત વણજોયુ મુહૂર્ત માનવામાં આવે છે. 

માનવામાં આવે છે કે અખાત્રીજ પર સતયુગ અને ત્રેતા યુગનો આરંભ થયો હતો. આ વખતે 22 એપ્રિલે અખાત્રીજ આવશે. સાથે જ આ વખતે અખાત્રીજ પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. તેનાથી આ દિવસોનું મહત્વ ઘણુ વધી ગયું છે. 

અખાત્રીજ પર શુભ યોગ 
22 એપ્રિલ 2023એ અખાત્રીજ પર 7 મહાયોગ બની રહ્યા છે. અખાત્રીજના દિવસે વૃષભ રાશિમાં ઉચ્ચનો ચંદ્રમા રહેશે. સાથે જ સૂર્યના સ્વામિત્વ વાળું કૃતિકા નક્ષત્ર રહેશે. તેના ઉપરાંત અખાત્રીજ પર અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોદ, સૌભાગ્ય યોગ, ત્રિપુષ્કર યોગ અને આયુષ્યમાન યોગ પણ બની રહ્યા છે. આ રીતે આટલા શુભ યોગ મળીને મહાયોગ બનાવી રહ્યા છે તેમાં કરવામાં આવેલી પૂજા અને ઉપાય જાતકની દરેક ઈચ્છા પુરી કરશે. 

અખાત્રીજ પર શુભ મુહૂર્ત 
અખાત્રીજ પર પૂજાનું સૌથી શુભ મુહૂર્ત 22 એપ્રિલ, શનિવારે સવારે 7.49 મિનિટથી શરૂ થઈને બપોરે 12.20 મિનિટ સુધી રહેશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો. આમ કરવાથી અપાર ધન-સંપત્તિ મળશે. સાથે જ બધી જ મનોકામનાઓ પુરૂ થશે. 

તેના માટે અખાત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠીને નહાઈ લો અને પીળા રંગના કપડા પહેરી લો. તેના બાદ ઈશાન કોણની જગ્યાને ગંગાજળથી પવિત્ર કરી પાટલો મુકો. તેના પર પીળા રંગનું કપડુ નાખો અને પછી ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર બિરાજમાર કરો. ચાંદીની કટોરીમાં થોડુ ગંગાજળ લો. તેમાં કેસર નાખી ચંદન નાખો. 

પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આ કેસર ચંદન લગાવો અને પછી બચેલું ચંદન પોતાના માથા પર લગાવો. ત્યાર બાદ પણ ચંદન વધે તો મુકી રાખો અને જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાઓ તો ચંદન લગાવીને જાઓ. આ ઉપાય કરવાથી તમારૂ ભાગ્ય તમારો સાથ આપવા લાગશે અને તમને ખૂબ સુખ-સમૃદ્ધિ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ