બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આગામી 26 ફેબ્રુઆરી 2024ના દિવસે અમદાવાદનો 614મો જન્મદિવસ થયો છે. મુસ્લિમ શાસકોએ વસાવેલા આ નગરની ઓળખ આજે દુનિયાભરમાં છે. મુઘલોના 6ઠ્ઠા મોટા બાદશાહ ઔરંગઝેબે અનેક હિંદુ મંદિરો તોડાવીને મસ્જિદો બાંધી હોવાના અનેક ઉલ્લેખ મળે છે તો સામે પક્ષે ઔરંગઝેબના પરદાદા અકબર હિંદુ ધર્મ અને પ્રભુ શ્રીરામ પ્રત્યે ભારોભાર આદર ધરાવતાં હતા. વર્ષો સુધીના રાજમાં ભારતને અનેક ઐતિહાસિક વિરાસતો ભેટમાં આપનાર મુઘલોને હિંદુ ધર્મ સાથે પણ લગાવ હતો તેનો એક મોટો દાખલો સામે આવ્યો છે. મુઘલ બાદશાહ અકબર પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હોવાનું પણ જણાઈ રહ્યું છે કારણ કે અકબરે પોતે બાંધેલા ફતેપુર સિકરીના રોયલ પેલેસમાં પ્રભુ શ્રીરામનો દરબાર કોતરાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ દીકરો અકબર જ્યારે રાજો હતો તે સમયે તેની માતા હમીદા બાનૂ બેગમ નિયમીત રીતે રામાયણનો પાઠ કરતી હતી જેની કોપી હાલમાં કતારની રાજધાની દોહાના મ્યૂઝિયમમાં સચવાયેલી છે. અકબરે સચિત્ર રામાયણનો પારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો અને માતાને વાંચવો આપવા આવ્યો હતો.
माई एहड़ा पूत जण, जेहड़ा राण प्रताप
— Sanjeev Newar | IIT-IIM | सञ्जीव नेवर | वेदज्ञ (@SanjeevSanskrit) May 9, 2021
अकबर सूतो ओज के, जाण सिराणे साप ॥
O Mothers, give birth to sons who are brave like Maharana Pratap. Akbars would wake up every night in wet lungis, as if king cobra is hissing on their beds.
Jai Bhavani🙏 Jai Ekling Ji🚩 Jai Mewar🔥 pic.twitter.com/vsrh0O6uUQ
ADVERTISEMENT
હમીદા બાનુ બેગમના મહેલમાં પ્રભુ શ્રીરામનો દરબાર
અકબરની માતા હમીદા બાનુ બેગમના મરિયમ મહેલમાં સ્તંભ પર ભગવાન રામનો દરબાર જોઈ શકાય છે. સમ્રાટ અકબર અને તેની માતા હમીદા બાનુ બેગમ શ્રી રામ અને રામકથા માટે સંપૂર્ણ આદર ધરાવતા હતા. અકબર અને હમીદા બાનોએ રામાયણનો સચિત્ર અનુવાદ કરાવ્યો, જે આજે પણ વિવિધ પુસ્તકાલયોમાં સુરક્ષિત છે. રામાયણ જેનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો તે આજે પણ દોહાના મ્યુઝિયમ ઑફ ઇસ્લામિક આર્ટમાં છે. આ સમ્રાટ અકબરના આદેશ પર કરવામાં આવ્યું હતું.મધ્યકાલીન ભારતમાં વિવિધ સંસ્કૃતિઓની બેઠકનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ કામ અકબરના આદેશ પર કરવામાં આવ્યું હતું અને તેની પોતાની એક સુંદર હસ્તાક્ષર પણ હતી. રામાયણ એટલુ ગમી ગયું કે દરબારના ઘણા રાજવીઓએ પણ પોતાની નકલો બનાવી. આ રામાયણમાં 56 મોટા ચિત્રો હતા. તે એક સુંદર ફૂલથી શરૂ થાય છે અને નાજુક સોનાના ચિત્રોથી શણગારવામાં આવે છે. વાલ્મીકિએ રામાયણની રચના કેવી રીતે કરી તેની આ એક રચના છે. હસ્તપ્રતની બહારની કિનારીઓ કાપવામાં આવી છે.
ADVERTISEMENT
Hamida Banu Begum, Akbar’s mother, was a keen collector of books. This is a folio from her personal copy of the translation of the Ramayan into Persian. Ram, Lakshman and Sita leave for the forest. 1595. The Khalili collection pic.twitter.com/U0fW2NfL9C
— Ira Mukhoty (@mukhoty) July 15, 2020
ADVERTISEMENT
દોહાના મ્યૂઝિમમાં સચવાયેલી છે
હમીદા બાનુની આ મિલકત 1604માં સેન્ટ્રલ મુઘલ લાઇબ્રેરીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને પછી તે માલિકને આપવામાં આવી હતી.
The women of the zenana were keen collector of books, even rather esoteric ones. Here images from a translation of the ramayan made especially for Hamida Banu, Akbar’s mother circa 1594, Mughal, the khalili collections pic.twitter.com/tlnsZXwGio
— Ira Mukhoty (@mukhoty) August 1, 2018
ADVERTISEMENT
બીજા મુઘલ રાજા હુમાયું પત્ની હતા હમિદા બાનુ
હમિદા બાનુની રામાયણ દોહાના ઇસ્લામિક મ્યુઝિયમમાં આજ દિન સુધી પણ સચવાયેલી પડી છે. હમીદા બાનુ સમ્રાટ હુમાયુની બીજી પત્ની હતી. હમિદા બાનુના પિતાનું નામ શેખ અલી અકબર જામી અને માતાનું નામ ફિરોઝ બેગમ હતું. મીદા બાનુના પિતા મુઘલ રાજકુમાર હિંદલ મિર્ઝાના ઉપદેશક હતા.
ADVERTISEMENT
અમદાવાદ પર રાજ કરનાર હૂમાયુ પહેલો રાજા
1535માં મુઘલ બાદશાહ હૂમાયુએ થોડા સમય પુરતું ગુજરાત લીધું હતું અને પોતાના ભાઈ આસકરીને અમદાવાદનો સૂબો બનાવ્યો હતો. પરંતુ 1535માં બહાદુર શાહે પોર્ટૂગીઝ સાથે મળીને આસકરી પાસેથી અમદાવાદ આંચકી લીધું હતું પરંતુ 1537માં પોર્ટૂગીઝોએ તેને મારી નાખ્યો હતો.
Hamada Banu and Ramayan..https://t.co/5Co5SgMcmD
— deepak upreti (@deekayu) February 15, 2024
અમદાવાદમાં મુઘલોનો પગપેસારો ક્યારે?
આટલી ઉથલાપથલ બાદ હવે અમદાવાદમાં મુઘલોનો પગપેસારો થયો હતો. 1572માં ઈતમાદખાંને હિંદુસ્તાનના બાદશાહ અકબરને અમદાવાદ આવવાનું નિમંત્રણ આપ્યું. ઈતમાદખાંનના આમંત્રણને માન આપીને બાદશાહ અકબરે 1573ની સાલમાં અમદાવાદમાં પગ મૂક્યો. અકબરના સમયમાં પણ અમદાવાદ ખૂબ ફૂલ્યુંફાલ્યું હતું. દસ-દસ ગાડાઓ એકીસાથે ચાલી શકે તેવા તો તેના રસ્તા પહોળા હતા. લગભગ 44 વર્ષ સુધી અકબરનું શાસન રહ્યું હતું.
ક્યારે નખાયો અમદાવાદનો પાયો, શું શું છે કિવદંતીઓ
'જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને કે અમદાવાદ બનાયા', કહેવત છે? આ કહેવત કેટલી સાચી તે તો રામ જાણે પરંતુ તેની પાછળ ઊંડો ભાવાર્થ છુપાયેલો છે. સસલાં જેવો બીકણ જીવ જ્યારે ઘાતકી ગણાતા કૂતરાની સવારી કરીને આવે તે ધરતી કેટલી ખમતીધર હશે, તેના પાણીમાં કેટલી તાકાત હશે. 26 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદ 613 વર્ષનું થવા જઈ રહ્યું છે. આજથી 6 સૈકા પહેલા એટલે કે 1411ની સાલમાં બાદશાહ અહમદ શાહે અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી બસ ત્યારથી માંડીને અત્યાર સુધીના 613 વર્ષમાં અમદાવાદ અનેક ચઢતી-પડતીનું સાક્ષી બન્યું છે. વિદેશી આક્રાંતાઓની લૂંટ, કોમી હુલ્લડો, દુષ્કાળ, ભયંકર યુદ્ધ, કાપાકાપી, કુદરતી હોનારતો વગરે સહિત અનેક પ્રકારની અવદશા અમદાવાદે જોઈ છે. અમદાવાદે ઘાટ ઘાટનું પાણી પીધું છે. નોંખા નોંખા કૂવાનું પાણી પીઈને અમદાવાદ તાકાતવર બન્યું છે. અમદાવાદના 613માં બર્થડેના દિવસે આજે વાત કરવી છે આપણા પોતાના અમદાવાદની, પહેલી ઈંટ મૂકાઈ ત્યારથી માંડીને હાલના દિન સુધી તેના ઈતિહાસની માંડણી કરવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.