ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Extra / ajay-devgn-got-bhuj-the-pride-of-india-will-play-squadron-leader-vijay-karnik

NULL / ભારત-પાક.ના યુદ્ઘ પર બનેલી ફિલ્મમાં વિંગ કમાન્ડરના રોલમાં જોવા મળશે અજય

Published By: vtvAdmin

Last Updated: 10:40 AM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

'સિંઘમ', 'સિંઘમ 2','શિવાય' જેવી ફિલ્મોથી કરોડો ચાહકોના દિલ જીતનાર અજગ દેવગન તાજેતરમાં રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા'માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. અજય દેગવન હવે એક રસપ્રદ પ્રોજેક્ટમાં કામ કરવા જઇ રહ્યો છે. અજય હવે ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર સ્વોડ્રન લિડર વિજય કર્ણિકનો રોલ ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. 





આ ફિલ્મનું નામ 'ભૂજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા' છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અને ભારતની સૌથી રોમાચંક યુદ્ઘકથા છે. અજય તેમાં કાર્ણિકનો રોલ ભજવશે. તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલા યુદ્ઘમાં ભારતને જીત અપાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મનું ડિરેક્શન અભિષેક ધૌઢેયા કરશે. ફિલ્મ ટી-સીરીઝ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ એલએલપી પ્રોડ્યુસ કરશે.

 
આ વાતને સમર્થન આપતા ટી-સીરીઝના ભૂષણ કુમારે કહ્યું, “દર્શકો સુધી આ શૌર્યગાથા પહોંચાડવી જરૂરી છે. આ અને આગામી પેઢીને આપણા દેશના જાંબાઝ લડવૈયા અંગે ખબર હોવી જોઈએ. વિજય કાર્ણિકે 1971ના યુદ્ધમાં દેશને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે દેશના નાગિરકોને પણ યુદ્ઘમાં શામેલ કરવાનું બહાદુરીપૂર્ણ કામ કર્યુ હતુ. અજય દેવગનથી વધારે આ રોલને ન્યાય ના આપી શકે. અમે અત્યારે 'દે દે પ્યાર દે' અને 'તાનાજી'માં અજય સાથે કામ કરી રહ્યા છે અમને આનંદ છે કે આ રોલ માટે અજયે સંમતિ આપી છે.'' ભૂષણ કુમારે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે.
​​​​​​​


આ માટે સ્ક્વોડ્રન લિડરે જણાવ્યુ કે, ''અમે યુદ્ધ લડી રહ્યા હતા અને તેમાં જો કોઈ સ્ત્રીનું મોત થયું  હોત તો એ ખોટ અમે ક્યારેય પૂરી ના કરી શક્યા હોત, મેં એક નિર્ણય કર્યો અને તે કામ કરી ગયો. મેં તેમને કહ્યુ કે, એટેક થાય તો કેવી રીતે રક્ષણ કરવુ અને તેમણે અમારી સૂચનાનું પાલન કર્યુ. મને આનંદ છે કે અજય દેવગન મારી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ