બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / air of delhi ncr has become poisonous smog causes irritation in eyes and chest ntc

રાજધાની / પ્રદૂષણના રેડ ઝોનમાં દિલ્હી, હવા થઈ ઝેરી: શાળાઓ બંધ કરવાના આદેશ, ધુમાડાથી આંખ અને છાતીમાં થઈ રહી છે જલન

Dinesh

Last Updated: 08:03 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi air Pollution : ગુરુવારે દિલ્હીના 16 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. મુંડકામાં સૌથી વધુ AQI 453 નોંધાયો હતો

  •  પ્રદૂષણના રેડ ઝોનમાં અડધી દિલ્હી
  •  ધુમ્મસના કારણે આંખો અને છાતીમાં જલન
  •  મુંડકામાં સૌથી વધુ AQI 453 નોંધાયો


delhi air Pollution : દિલ્હી એનસીઆરમાં મંગળવારની શરૂઆત ધુધળા ભર્યા વાતાવરણથી થઈ હતી. હવામાન એવો ખતરનાક હતો કે, લોકોની આંખોમાં અને છાતીમાં જલન થવા લાગી હતી. આ તમામ બાબતે જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયો હતો. કમીશન ફોર એયર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટએ ગુરૂવારે ગ્રેડેડ રિસ્પંસ એક્શન પ્લાનની ત્રીજો સ્ટેજ લાગુ તકરવાના નિર્દેશ કરી દીધો હતો. આ સિવાય CAQMએ દિલ્હી સરકાર અને એન સીઆરના અન્ય શહેરમાં વહીવટી તંત્રને સલાહ આપવામાં આવી છે કે, થોડા દિવસો માટે સ્કૂલ બંધ કરવામાં આવે અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે.

આગામી 48 કલાક હવા પ્રદૂષણ 'ગંભીર' શ્રેણીમાં, અનેક વિસ્તારોમાં AQI 400ને પાર  | Delhi Air Pollution Level Cross the Limit of the very poor AQI weather  forecast

સ્કૂલોને આપ્યા આદેશ
આ બાદ દિલ્હી સરકારને ગંભીરતા દેખીને આદેશ બહાર પાડ્યો કે, રાજ્યમાં આવતા બે દિવસ સુધી ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલ નહી જાય, તેમજ આ આદેશ તમામ સરકારી અને પ્રાથમિક સ્કૂલોને માનવું પડશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. લગાતાર વધતા પ્રદૂષણને લઈ દિલ્હીના પર્યાવપણ મંત્રી ગોપાલ રાયએ શુક્રવારે બપોરે એક દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. 

Poison in the air of Delhi-NCR! Air quality 'absolutely bad' for 5 consecutive days, AQI will shock you

એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર
ગુરુવારે દિલ્હીના 16 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. મુંડકામાં સૌથી વધુ AQI 453 નોંધાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે દિવસ સુધી દિલ્હી-એનસીઆરને પ્રદૂષણના નબળા સ્તરથી રાહત મળવાની અપેક્ષા નથી. હવામાન પરિસ્થિતિઓ અને હરિયાણા-પંજાબમાંથી આવતા સ્ટબલ સ્મોકને કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં શ્વાસના દર્દીઓએ ખાસ કરીને સાવચેત રહેવું પડશે. 

 આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી શકે
નિષ્ણાતોનું માનવું છે કે વધતા પ્રદૂષણથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા વધી શકે છે. પ્રદૂષણની સાથે ઝેરી તત્વો, સીસું, કાર્બન મોનોક્સાઇડ અને પરાળીના ધુમાડાથી આંખોની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, એલર્જી વધવી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જે સમયે આંખોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે આંખોની રોશની પણ જઈ શકે છે.

ગુરૂગ્રામ જિલ્લામાં કલમ 144 લાગુ
પ્રદૂષણના ખતરનાક સ્તરને લઈ ગુરૂગ્રામના ડીએમએ કચરા બાળવા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. AQIના આંકડા અને શહરમાં વધતા પ્રદૂષણ ઉચ્ચ સ્તરનો પ્રભાવ જોઈ ડીએમ નિશાંત કુમાર યાદવે જિલ્લા ઔધોગિક અને શહેર તેમજ ગ્રામિણ વિસ્તારોમાં ખુલ્લામાં ખરાબ કચરો બાળવા પર કલમ 144 લાગુ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ