Gujarat Rain News: સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે, વરસાદના કારણે ઘલા ગામે મકાન ધરાશાયી થયું છે. તો કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ થયું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી
મકાન ધરાશાયી થતાં ભારે નુકસાન
એરફોર્સના અધિકારી અને તેમની પત્નીનું મૃત્યુ
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે લોકો રીતસર ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે કચ્ચમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ થયું છે.
સુથરી દરિયાકિનારે ડૂબી જવાથી પતિ-પત્નીનું મોત
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતક પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી એરફોર્સના અધિકારી અને તેમના પત્નીનું મૃત્યુ થયું છે. અધિકારી નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
વરસાદને કારણે ઘલા ગામે મકાન ધરાશાયી
સુરતના ઘલા ગામે મકાન ધરાશાયી
દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ કાચા મકાનના ધરાશાયી થવાની, વૃક્ષો ધરાશાયી થવાની, વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની છે. ભારે વરસાદના કારણે ઘલા ગામે મકાન ધરાશાયી થયું છે. ઘલા ગામના નાના માછીવાડ વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં શ્રમિક પરિવારનું મકાન ધરાશાયી થતાં ભારે નુકસાન થયું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈનથી.