બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Air attack by army in Myanmar: More than 100 people, including children, die painfully

કત્લેઆમ / મ્યાનમારમાં સેના દ્વારા હવાઇ એટેક: બાળકો સહિત 100થી વધુ લોકોનાં દર્દનાક મોત, UNએ કાઢી ઝાટકણી

Priyakant

Last Updated: 07:55 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Myanmar Military Attacks : મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને ઘણા બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત

  • મ્યાનમારમાં સેના દ્વારા હવાઇ એટેક કરતાં  100થી વધુ લોકોનાં મોત 
  • તમામ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજર હતા 
  • હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી
  • સંયુક્ત રાષ્ટ્રએ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપીને તેને ચિંતાજનક ઘટના ગણાવી

મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને ઘણા બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. આ તમામ લોકો સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી છે અને તેને ચિંતાજનક ઘટના ગણાવી છે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સાગિંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પાજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. આ પ્રાંત દેશના બીજા સૌથી મોટા શહેર મંડલયની ઉત્તરે લગભગ 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે.

મૃત્યુઆંક 100 થી વધુ
પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ હતો. અહીં ઘટનાની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અશક્ય હતી કારણ કે, ત્યાંની લશ્કરી સરકાર દ્વારા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે.

સૈન્ય સરકારના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને, સરકારી ટેલિવિઝનને આપેલા એક ફોન નિવેદનમાં સ્વીકાર્યું કે, બળવાખોર જૂથની ઓફિસના ઉદઘાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સેનાએ કર્યો બળવો 
મ્યાનમારમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ લશ્કરે બળવા દ્વારા સત્તા મેળવી. આ પછી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યાનમારની નેતા આંગ સાન સૂ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રસીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી લોકશાહીની પુનઃસ્થાપનની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોના હાથે 3,000 થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ