બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / RTO લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક 14 દિવસ માટે બંધ, શહેરીજનો ખાસ વાંચી લે

વડોદરા / RTO લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક 14 દિવસ માટે બંધ, શહેરીજનો ખાસ વાંચી લે

Published By: Vishal Dave

Last Updated: 09:37 AM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા સહિત રાજ્‍યભરની પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્‍ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં આરટીઓ લાયસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક 14 દિવસ માટે બંધ રહેશે. એઆઈ ટેકનોલોજીથી ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ કરાતા ટેસ્ટ ટ્રેક બંધ કરાયો છે. ટેસ્ટ ટ્રેક હવે એઆઈ ટેક્નોલોજીથી સજ્જ બનશે.

વડોદરાના દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી (આરટીઓ) ખાતે એઆઈ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે. જેથી તા. 10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે, તેમની એપોઇન્ટમેન્ટ રી શિડયુઅલ કરવામાં આવી છે, નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલા મોબાઇલ નંબર પર એસએમએસ થકી મળશે.

વડોદરા સહિત રાજ્‍યભરની પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્‍ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક પર લગભગ 18 કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક મૂવમેન્‍ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચોઃ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 43 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ, હજુ માવઠાની આગાહી

ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઇન મળી રહે તેવો પ્રયાસ છે. અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા નિહાળવું ફરજિયાત રહેશે. મહત્વનું છે કે, હાલની સિસ્‍ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈ સિસ્‍ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RTO Vadodara Driving Test Appointment

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ