બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:12 AM, 3 November 2025
ગુજરાતમાં હાલમાં હવામાનમાં બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના અહેવાલ મળ્યા છે. આજના દિવસે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 43 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં સૌથી વધુ 1.38 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં 0.87 ઇંચ, લાલપુરમાં 0.79 ઇંચ, વડાલીમાં 0.79 ઇંચ, મોરબીમાં 0.79 ઇંચ, ઘોઘામાં 0.71 ઇંચ, માળીયામાં 0.71 ઇંચ, હળવદમાં 0.67 ઇંચ, સોજીત્રામાં 0.63 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે (IMD) દેશના ઉત્તરપૂર્વ અને દક્ષિણપૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની ગેરહાજરી વચ્ચે ઠંડીનું પ્રભાવ વધવાનો અંદાજ છે.
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે છૂટો વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
દિલ્હી-એનસીઆર, પંજાબ અને હરિયાણામાં આ અઠવાડિયા દરમિયાન મોટાભાગે શુષ્ક હવામાન રહેશે. આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે — જે સામાન્ય કરતા થોડું વધારે છે. છતાં, સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધતો જશે.
નવેમ્બરની શરૂઆત સાથે નવો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે ઘણા ભાગોમાં પવન અને વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે. IMDના મુજબ, 3 થી 5 નવેમ્બર દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ અને તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર, 1 થી 5 નવેમ્બર વચ્ચે દેશના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે. પૂર્વોત્તર અને દક્ષિણપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારત સુકું રહેશે પરંતુ ત્યાં તીવ્ર ઠંડી અનુભવાઈ શકે છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના પૂર્વી વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાન ઘટી રહ્યું છે, જેના કારણે સવાર અને સાંજના સમયમાં ઠંડી વધી રહી છે. પૂર્વી રાજસ્થાનના કોટા, ઉદયપુર અને અજમેર વિસ્તારમાં પણ હળવો વરસાદ અને ગાજવીજની શક્યતા છે. જોકે, 5 નવેમ્બર બાદ રાજસ્થાનમાં હવામાન શુષ્ક થઈ જશે અને તાપમાનમાં વધુ ઘટાડો થશે.
3 નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ ઘટશે, પરંતુ ઠંડીની અસર વધશે.
આ પણ વાંચોઃ આવતીકાલે મેઘરાજા કચ્છથી લઈને સોમનાથ સુધી ભુક્કા કાઢશે! ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 3 થી 5 નવેમ્બર દરમિયાન નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે, જેનાથી ઉપરના વિસ્તારોમાં બરફ પડશે અને નીચલા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હળવો વરસાદ ચાલુ રહી શકે છે, પરંતુ મોટી ચેતવણી જાહેર કરાઈ નથી.
ગુજરાતમાં પણ રાત્રિ દરમિયાન તાપમાન ઘટવાની શક્યતા છે, જેનાથી ઠંડીનો અહેસાસ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.