બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad RTO Subhash Bridge near amjibhai Chali Demolition

વ્યથા / VIDEO: 'મહેનતની કમાણીનું મકાન પળભરમાં વેરાન...', અમદાવાદમાં મકાન તોડી પડાતાં બ્રિજ નીચે રહેતી મહિલાઓનું દર્દ

Dinesh

Last Updated: 07:08 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના RTO પાસે જેલ રોડ બ્રિજ પાસે સુભાષબ્રિજ નીચે રામજીભાઇની ચાલીના 200 જેટલા મકાનો પર 15 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવી દેવાયું

  • RTO વિસ્તાર પાસે ડિમોલેશન 
  • 200 મકાનો તોડી પડાતાં રહેવાસીઓ બેઘર 
  • RTO બ્રિજ નીચે રહેવા મજબુર સ્થાનિકો 


એક તરફ રાજ્યમાં જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળવાના દાવાઓ કરાઇ રહ્યા છે. તેવામાં અમદાવાદના RTO પાસે જેલ રોડ બ્રિજ નીચે 200 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સુભાષબ્રિજ નીચે રામજીભાઇની ચાલીના 200 જેટલા મકાનો પર 15 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવી દેવાયું હતું.  

2 દિવસ ચાલી ડિમોલેશનની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ ચાલેલી ડિમોલેશનની કામગીરી બાદ 200થી વધુ પરિવારો રસ્તા પર રહેવા મજબુર બન્યા છે. ડિમોલેશન પહેલા કોઇ પણ પ્રકારની નોટિસ ન આપ્યાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો. આ ઉપરાંત બાળકોની બોર્ડની પરીક્ષા દરમિયાન આ પ્રકારની કાર્યવાહીથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઇ રહી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. 

વિવાદિત જમીન અંગે ચાલી રહ્યો છે કોર્ટમાં કેસ 
મહત્વનું છે કે, જે જગ્યા પર મકાનો તોડવમાં આવ્યા તે રામજીભાઈની ચાલીની જમીન રમણિક પટેલ નામના વ્યક્તિની હોવાની ચર્ચા છે. જે જમીન અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે કેસમાં 19 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી પણ યોજાઇ. જોકે જમીન અંગે નિર્ણય આવે તે પહેલા જ મકાન તોડી પડાતાં સંખ્યાબંધ બાળકો સહિત પરિવાર રઝડી પડ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ