બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad police kept the woman's body for 1 month

હત્યા ભેદ / અમદાવાદ પોલીસે મહિલાની લાશ 1 મહિનાથી સાચવી રાખી, રહસ્ય ચોંકાવનારું

Khyati

Last Updated: 05:43 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રેમીના આપઘાત બાદ મહિલાની તેના જ ઘરમાં ઘાતકી હત્યા, પોલીસ જોઇ રહી છે FSLરિપોર્ટની રાહ

  • નવા નરોડામાં મહિલાની હત્યાનો ભેદ વણઉકેલ્યો
  • એક મહિનાથી પડી રહી છે લાશ
  • પોલીસ ઇન્વેસ્ટીગેશનના ભાગરુપે લાશ સાચવી છે 

કોઇ પણ હત્યાનો બનાવ બને ત્યારે પોલીસ મરનારનું પોસ્ટમોર્ટમ કરાવીને લાશને અંતિમ સંસ્કાર કે દફન વિધિ માટે પરિવારને સોંપી દેતી હોય છે પરંતુ નવા નરોડામાં એક મહિના પહેલાં થયેલી કૈલાસબહેનના હત્યા કેસમાં પોલીસે હજુ સુધી તેમની લાશને સાચવીને રાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૈલાસબહેનની લાશ સાચવવા પાછળનું કારણ બીજું કાંઇ નહીં પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે. જેમાં તે પોતે ગોથે ચઢી છે. પોલીસના જણાવ્યા અનુસાર કૈલાસબહેનની હત્યા કયા સમયે થઇ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.   

29 ફેબ્રુઆરીએ મળી હતી લાશ

તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ નવા નરોડા વિસ્તારમાં આવેલ દેવનંદન સંકલ્પ સિટીના ફ્લેટમાં કૈલાસબહેનની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં નરોડા પોલીસ સ્ટેશનમાં   પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ઠાકોરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. નવા નરોડા વિસ્તારમાં દેવનંદન સંકલ્પ સિટી નામની ફ્લેટની સ્કીમ આવેલી છે જેમાં ફ્લેટના ઇ બ્લોકના ૪૦૪ નંબરનો ફ્લેટ બે વર્ષ પહેલાં મહેશભાઇ જોષીએ ખરીદ્યો હતો અને કૈલાસબહેન ઉર્ફે પૂજા ચૌહાણ નામની મહિલાને ભાડે આપ્યો હતો. કૈલાસબહેને બે મહિના ભાડું આપ્યું હતું. તેમના ઘરે એક મહિનાથી તાળું હતું અને તેમનો ફોન પણ વીસેક દિવસથી બંધ હતો.   

 પતિ પત્ની બનીને ફ્લેટ ભાડે લીધો 

કૈલાસબહેન પહેલાં દેવનંદન સંકલ્પ સિટીના બીજા બ્લોકમાં ભાડેથી એકલાં રહેતાં હતાં. જોકે થોડાક સમય પહેલાં શૈલેશ પરમાર નામના યુવક સાથે તેમને પ્રેમ સંબંધ થઇ ગયો હતો. જેથી તેઓ બંને જણાં પતિ પત્ની બનીને દેવનંદન સંકલ્પ સિટી ફ્લેટની સ્કીમના ઇન્ચાર્જ આશિષભાઇને મળ્યાં હતાં અને મોટો ફ્લેટ ભાડેથી લેવાની વાત કરી હતી. આશિષભાઈએ ઇ બ્લોકમાં ૪૦૪ નંબરનો ફ્લેટ ભાડે અપાવી દીધો હતો. જેનું ભાડું પાંચ હજાર રૂપિયા હતું.

કોલ ડીટેઈલના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ 

શૈલેશ પરમારે જાન્યુઆરી મહિનામાં નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં કૈલાસબહેન પણ રહસ્મય રીતે ગુમ હતાં. જ્યાં તેમની લાશ ૨૭ ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાંથી મળી આવી હતી. કૈલાસબહેનની હત્યા કોણે કરી તેનો પર્દાફાશ હજુ સુધી થયો નથી ત્યારે પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી છે. કૈલાસબહેનની હત્યા તેના પ્રેમી શૈલેશ પરમારે નહીં પરંતુ કોઇ અજાણી વ્યકિતએ કરી હોવાનું પોલીસ માની રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કૈલાસબહેનની હત્યા લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં થઇ હતી જ્યારે શૈલેશે જાન્યુઆરી મહિનામાં આપઘાત કર્યો હતો. 

પરિવાર કૈલાસબહેનની લાશ સ્વીકારવા તૈયાર નહિ

 કૈલાસબહેનનો ભૂતકાળ વિવાદિત રહ્યો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. કૈલાસબહેનના ઘરની તપાસ કરી તો તેમાંથી એક મેરેજ સર્ટિફિકેટ મળ્યું હતું આ સિવાય પોલીસને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કૈલાસબહેનનાં પહેલાં લગ્ન થયાં હતાં. જ્યાં તેમને પતિ સાથે મનમેળ નહીં થતાં છુટાછેડા લઇ લીધા હતાં. બાદમાં તેમણે બીજાં લગ્ન કર્યાં હતાં. જોકે ત્યાંથી પણ છુટાછેડા થઇ ગયા હતાં. કૈલાસબહેનને શૈલેશ પરમાર નામના પરિણીત યુવક સાથે પ્રેમ થઇ જતાં તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. કૈલાસબહેનનું ચારિત્ર્ય ખરડાતાં તેમના પરિવાજનોએ તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. ૨૭ ફેબ્રુઆરીએ કૈલાસબહેનની લાશ મળી હોવાના સમાચાર પણ તેમના પરિવારજનોને મળતાં તેમણે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કૈલાસબહેનના અંતિમ સંસ્કાર પણ પોલીસે કરવા પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ