ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ખુલ્યું ભારતનું સૌથી પહેલું ઈમર્સિવ મ્યુઝિયમ, જે કરાવશે તમને એક અલગ જ દુનિયાનો અહેસાસ, જાણો ખાસિયતો

સૌથી અનોખું / અમદાવાદમાં ખુલ્યું ભારતનું સૌથી પહેલું ઈમર્સિવ મ્યુઝિયમ, જે કરાવશે તમને એક અલગ જ દુનિયાનો અહેસાસ, જાણો ખાસિયતો

Published By: Nidhi Panchal

Last Updated: 07:20 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મ્યુઝિયમની દીવાલો તમારા સ્પર્શને સમજે છે, રિએક્ટ કરે છે, તમારી હાજરીથી અહીંની દીવાલોનો રંગ બદલાય છે અને તમારો અવાજ સાંભળતા જ આ મ્યુઝિયમના એલિમેન્ટ્સ સામે રિએક્ટ પણ કરે છે.

ADVERTISEMENT

અમદાવાદીઓને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે, એ પણ એટલું ખાસ કે જે ભારતમાં સૌથી પહેલું છે. અમદાવાદમાં આવી ગયું છે, સ્પેક્ટ્રા - ભારતનું સૌથી પહેલું ઈમર્સિવ અને મલ્ટી સેન્સરી મ્યુઝિયમ. આ મ્યુઝિયમ એટલા માટે ખાસ છે, કારણ કે અત્યાર સુધી આવું મ્યુઝિયમ માત્ર સિંગાપોર, દુબઈ અને યુકેમાં જ છે. ભારતનું સૌથી પહેલું મલ્ટી સેન્સરી મ્યુઝિયમ અમદાવાદમાં ઓપન થયું છે.

1

આ મ્યુઝિયમની દીવાલો તમારા સ્પર્શને સમજે છે, રિએક્ટ કરે છે, તમારી હાજરીથી અહીંની દીવાલોનો રંગ બદલાય છે અને તમારો અવાજ સાંભળતા જ આ મ્યુઝિયમના એલિમેન્ટ્સ સામે રિએક્ટ પણ કરે છે.

2

અમદાવાદના હેબતપુર રોડ પર 60,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું સ્પેક્ટ્રા માત્ર જોવા જેવી જગ્યા નથી, પરંતુ અનુભવવાની અને અનુભૂતિઓથી ભરપૂર દુનિયા છે.

3

Spectraના ડિરેક્ટર હર્ષલ બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે આ આખા મ્યુઝિયમના પાયામાં એક સવાલ છે. આમ તો મ્યુઝિયમો વારસા સાચવવા અને કલા માટે હોય છે, પરંતુ જો મ્યુઝિયમ ઈન્દ્રિયો એટલે કે અનુભૂતિઓ માટે બનાવવામાં આવે તો? આ એક સવાલના જવાબમાં સ્પેક્ટ્રાનો જન્મ થયો.

WhatsApp Image 2025-11-18 at 4.47.04 PM (2)

10 જ મહિનામાં મ્યુઝિયમ કર્યું તૈયાર

આમ તો માત્ર 10 જ મહિનામાં તૈયાર થનારા આ મ્યુઝિયમ માટે હર્ષલભાઈએ ત્રણ વર્ષ સુધી યુકે, સિંગાપોર અને દુબઈમાં રિસર્ચ કર્યું હતું. તેમણે પોતે વિવિધ મલ્ટી-સેન્સરી જગ્યા અનુભવ્યા બાદ અમદાવાદમાં આ મ્યુઝિયમ ફક્ત 10 મહિનામાં તૈયાર કર્યું છે. અને જ્યારે આ મ્યુઝિયમના ટ્રાયલ દરમિયાન બાળકો અને વડીલોના ચહેરા પર જે આનંદ આવ્યો, તેનાથી સંતોષ અનુભવાયો.

4

હર્ષલભાઈ એક ખાસ કિસ્સો યાદ કરતા કહે છે કે,' 70 વર્ષના એક દાદી પણ “Pool of Balls”માં બાળપણનો આનંદ માણતા જોવા મળ્યા હતા' સ્પેક્ટ્રા વિશે વાત કરીએ તો આ મ્યુઝિયમમાં ટોટલ 8 રૂમ છે, જે દરેક રૂમની પોતાની USP છે, પોતાનો અલગ અનુભવ છે. આ આઠ રૂમના નામ કોર્ટેક્સ, ક્રોનિકલ, સાગા, લૉરેલ, કેલેસ્ટિયલ, વોર્ટેક્સ, ગ્લિમર અને લ્યુમ છે. દરેક રૂમની પોતાની ખાસિયત છે.

Untitled-1

આ પણ વાંચોઃ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતનો ડંકો, સમગ્ર દેશમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ જીત્યો

અમદાવાદમાં બનેલું સ્પેક્ટ્રા મ્યુઝિયમ એક નવા પ્રકારના મનોરંજન અને ક્રિએટિવિટીને નવેસરથી ડિફાઈન કરે છે. આ મ્યુઝિયમના ડિરેક્ટર સહિતની ટીમનો ઉદ્દેશ્ય અમદાવાદને આખા વિશ્વમાં સંસ્કૃતિના કેન્દ્ર તરીકે રજૂ કરવાનો છે. એક એવું સ્થળ, જે લોકોમાં ક્યુરિયોસિટી જનરેટ કરે.

અમદાવાદીઓનું આ નવું નજરાણું 22 નવેમ્બર, 2025થી દરેક નાગરિકો માટે ખુલવાનું છે, જ્યાંની એન્ટ્રી ફી ₹1800 + GST રાખવામાં આવી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Art Technology Multi-Sensory Museum Immersive Museum

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ