બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad district education system action plan to raise school results

આયોજન / શાળાનું પરિણામ ઉંચુ લાવવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્રનો એક્શન પ્લાન: યોજના જાણીને ગર્વ થશે

Malay

Last Updated: 10:43 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે જે સ્કૂલોનું નબળું પરિણામ આવ્યું હતું, તે સ્કૂલોનું પરિણામ ઊંચુ આવે તે દિશામાં જિલ્લા શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન તૈયાર, બોર્ડમાં 30 ટકાથી ઓછું પરિણામ લાવતી સ્કૂલોને દત્તક લેવાનો નિર્ણય.

  • 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોને દત્તક લેવાનો નિર્ણય 
  • અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્રનો એક્શન પ્લાન તૈયાર
  • સ્કૂલોને 1 કલાક વધારે ભણાવવા પણ અપાઈ સૂચના

આગામી માર્ચ મહિનામાં યોજાવા જઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ગયા વર્ષે  એટલે કે વર્ષ 2022માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કૂલોને મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ તંત્રનો એક્શન પ્લાન તૈયાર
ગયા વર્ષે અમદાવાદ જિલ્લાની લગભગ 150 જેટલી સ્કૂલોનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હતું. સાથે અંદાજે 20 જેટલી સ્કૂલો એવી છે કે જે છેલ્લા 3 વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે. સતત નબળા પરિણામ ધરાવતી સ્કૂલોનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સ્કૂલની પરીક્ષા બોર્ડ જેવી જ હશે,  તાત્કાલિક અપાયા મોટા આદેશ | Big news for Gujarat students School exams will  be same as board

વિદ્યાર્થીઓને 1 કલાક વધુ ભણાવવાની સૂચના
ગયા વર્ષે જે સ્કૂલોનું નબળું પરિણામ આવ્યું હતું, તે સ્કૂલોનું પરિણામ ઊંચુ આવે તે દિશામાં શિક્ષણ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.  30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલોનું પરિણામ સુધારવા ખાસ શાળા દત્તક યોજના તૈયાર કરવામાં આવી છે. આ સાથે સ્કૂલોને 1 કલાક વધારે ભણાવવા પણ સૂચના આપવામાં આવી છે.

આચાર્યો અને શિક્ષકો નબળી શાળાની લશે મુલાકાત 
આ યોજના અંતર્ગત ગયા વર્ષે 2022માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં જે શાળાનું રિઝલ્ટ ખુબ સારું આવ્યું હોય તેવી શાળાની નજીકની જે શાળાનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હોય તેવી શાળાઓને દત્તક આપવામાં આવશે. એટલે કે સારા પરિણામ આવેલા શાળાઓના આચાર્યો અને શિક્ષકો નબળી શાળાની મુલાકાત લશે. તેમના દ્વારા પરિણામ ઉંચુ આવે તેવા જરુરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ