બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad-based gangster Mayank Vyas cheated people in the name of business investment

ક્રાઈમ / અમદાવાદનો મહાઠગ મયંક: લોકોને ટોપી પહેરાવી 80 લાખ રૂપિયા પડાવી લીધા, ગોકુળ હોટલથી શરૂ થતો હતો 'ખેલ', પાર્ટનર તો કેનેડા ભાગી ગયો

Dinesh

Last Updated: 09:37 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદના મિસ્ટર નટવરલાલ મયંક વ્યાસે મેડીકલના ધંધામા રોકાણ કરીને 50 ટકા નફો મેળવવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરી છે

  • મહાઠગ મયંક વ્યાસ સંકજામાં
  • 80 લાખથી વધુની છેતરપિંડી 
  • ધંધામાં રોકાણના બહાને છેતરપિંડી આચરી

અમદાવાદમાં મેડિકલના ધંધામાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતા મહાઠગની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત, હરિયાણા અને ઉતરાખંડમાં અનેક લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરી હતી. આરોપી મયંક વ્યાસે મેડિકલ સર્જિકલ વસ્તુઓમાં રોકાણ કરવાના નામે અનેક લોકોને ચુનો લગાવ્યો છે. અમદાવાદના આ ઠગ સુભાસબ્રિજ પર આવેલી ગોકુલ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.

80 લાખથી વધુની છેતરપિંડી આચરી
આરોપી હોટલમાં આવતા ગ્રાહકો સાથે મિત્રતા કરીને વિશ્વાસ કેળવતો હતો. ત્યારબાદ મેડીકલના ધંધામા રોકાણ કરીને 50 ટકા નફો મેળવવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. આ પ્રકારે આ મગાઠગે વિધાર્થીઓ, પોલીસ કર્મચારી અને વેપારીઓ સાથે 80 લાખથી વધુની છેતરપિંડી આચરી. રેલવે પોલીસમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાકેશ પરમારે સહિત 9 વિધાર્થીઓએ રાણીપ પોલીસ સ્ટેશના ફરિયાદ નોંધાવી છે.. રાણીપ પોલીસે મહાઠગની ધરપકડ કરીને તેની મિલકત અને બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે..જયારે તેનો ભાગીદાર કેનેડા ફરાર થઈ ગયો હોવાનુ પણ સામે આવ્યુ છે.

આરોપી

અમદાવાદનો મિસ્ટર નટવરલાલ 
અમદાવાદનો મિસ્ટર નટવરલાલ મયંક વ્યાસે જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરી છે. મેડીકલના ધંધામા રોકાણ કરવા અને હોસ્પિટલમા મેડીકલ અને સર્જીકલ વસ્તુઓના ઓર્ડર મેળવવાના નામે ઠગાઈ કરતો હતો. એટલુ જ નહિ આ ઠગ રોકાણકારો પાસે રોકડ રૂપિયા જ માંગતો હતો. ઓનલાઈન ટ્રાજેક્શન કરવાનુ ટાળતો હોવાનુ ખુલ્યુ છે. પકડાયેલ આરોપી રોકાણકારો પાસેથી રૂપિયા મેળવીને થોડા દિવસ બાદ નફાના પૈસા કહીને થોડી રોકડ પરત આપતો હતો. જેથી લોકોને વિશ્વાસ કેળવાઈ રહેતો હતો. આ પ્રકારે રાણીપમા 80 લાખથી વધીનુ ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે. જ્યારે સાણંદ, ઉતરાખંડમા દહેરાદુન અને હરિયાણાના સોનીપતી પોલીસ સ્ટેશનમા પણ તેની વિરૂધ્ધ ગુના નોંધાયા છે. અત્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે તેનો ભાગીદાર કેનેડા ફરાર થઈ ગયો હોવાનુ પણ સામે આવ્યુ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ