બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Ahead of Navratri, Police Commissioner issued a statement, why Lalit Kagathara said Jaysukh Patel is innocent samachar supar fast news

2 મિનિટ 12 ખબર / નવરાત્રી પહેલા આ નિયમો પણ જાણી લેજો, લલિત કગથરાએ કેમ કહ્યું જયસુખ પટેલ નિર્દોષ છે, વર્લ્ડકપમાં શું નવાજૂની

Dinesh

Last Updated: 07:27 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : દિલ્લીમાં હાલ મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી જ્યારે ન્યુનત્તમ તાપમાન 23થી 20 ડિગ્રી રહેવાનો અંદાજ છે, તેવામાં ગુજરાતમાં પણ વાતાવરણના બદલાવની અસર જોવા મળી રહી છે.

દેશમાં મોટા તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે. આ સાથે જ દેશમાં હવામાન પણ બદલાઇ રહ્યું છે. ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદ બાદ ધીરે ધીરે દેશમાં વાતાવરણ બદલાઇ રહ્યું છે. દેશની હિમાલયન રેન્જમાં તાજી બરફવર્ષાને લઇ ગુજરાતમાં પણ રાતે ઠંડી રહેવાની શક્યતા છે.દેશમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. હજી પણ અનેક જગ્યાએ સક્રિય સિસ્ટમ વિના વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશમાં સમય પહેલા ઠંડીના આગમનની સ્થિતી સર્જાઇ છે. કારણ કે હિમાચલમાં મોસમ જલ્દીથી બદલાયું છે. હિમાચલના રોહતાંગ સહિતના ઉંચી પહાડીઓમાં તાજી બરફવર્ષા થતાં સ્થાનિકો હેરાન છે. સોહતાંગ સહિત શિમલા અને અન્ય પહાડી વિસ્તારોમાં સોમવારે બરફવર્ષા અને વરસાદ પડ્યો. જેના કારણે પહાડી વિસ્તારમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. લાહૌલ સ્પિતીમાં બરફવર્ષાને કારણે ન્યુનતમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી બરફવર્ષાને લઇ પહાડોમાં ટ્રાફિક નિયંત્રણને લઇ નિયમો લાગુ કરી દેવાયા છે.

 રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. હાર્ટ એટેકના વધતા કેસોને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે, લક્ષણો દેખાશે તો વ્યક્તિ પોતે તેને ગંભીરતાથી લે અને તાત્કાલિક બૉડી ચેકઅપ કરાવવું જોઈએ. ગરબાના મોટા આયોજનો બહાર આરોગ્યના પોઈન્ટ ઉભા કરાય. વધુમાં કહ્યું કે, ગરબા આયોજકોએ મેડિકલ કીટ પણ રાખવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં PHC, CHC સ્ટાફને એલર્ટ રખાશે.

Revised guidelines of health department announced for Navratri, this work is mandatory for organizers free of charge, relief...

Morbi Bridge Collapse : ગત વર્ષે મોરબીમાં ઝૂલતામાં 135 જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. જે સમારકામની કામગરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવુ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તમામ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. 135 જેટલી મરણચીસોને ભૂલીને કોંગ્રેસ નેતા લલિત કગથરા ઝૂલતા પૂલ દૂર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ જણાવી રહ્યાં છે.  કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યું કે, આ જે કંઈ પરિસ્થિતિ છે, મોરબીમાં જે દૂર્ઘટના બની છે ત્યારથી મારી એક જ વાત હતી કે, સરકાર આ દુર્ઘટના મામલે જયસુખભાઈને હોળીનું નાળિયેર બનાવી રહી છે. તે દિવસે પણ મેં કિધુ હતું કે, જયસુખ પટેલ નિર્દોષ છે, દોશીઓને પકડો, કલેક્ટર જે તે સમયના તેમજ ચીફ ઓફિસરોને જેમણે પરમિશન આપી છે તેમને પકડો. 

ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં મૃત પામેલા મૃતાત્માઓની શ્રદ્ધાંજલિ સંદર્ભે  મોરારિબાપુની શ્રીરામ કથાનું મોરબીમાં ગઈકાલે સમાપાન થયું છે. જે કથાનો મોરારીબાપુનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મોરારીબાપુએ કહ્યું હતું કે, આરોપીના બાળકો તો સરખી રીતે દિવાળી ઉજવે એવું કઈક થાય એવું ઈચ્છીએ. જેને લઈ લોકો દ્વારા રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ કર્યો હતો. જે બાદ એક વીડિયો સાથે મોરારિબાપુની સ્પષ્ટતા સામે આવી છે, જે વીડિયો પીડિત પરિવારનો છે.ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે  પૂજ્ય મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી ખાતે વિરામ લીધો. આ કથા દરમિયાન પુલ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોની મુલાકાતે પૂજ્ય બાપુ સાંસદ મોહન કુંડારિયા અને કબીર બાપુ શિવરામ બાપુ ગયા હતા અને એ સમયે ભોગ બનેલા લોકો ના પરિવારજનોએ જે ભાવ વ્યક્ત કર્યો હતો એ ગઈકાલે બાપુએ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ કર્યો કે ભોગ બનેલા લોકોના સ્વજનોને ક્ષમા આપવાના વિચાર આવ્યો છે. 

સપ્ટેમ્બર 2022 માં ભાવનગરની માહી ડેરીમાંથી દૂધનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે  દૂધનાં સેમ્પલ ફેલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ડેરીએ ફ્રૂડ વિભાગનાં ચુકાદાને કોર્ટમાં પડકાર્યો છે. સમગ્ર ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ થતા હાલ સમગ્ર મુદ્દો ભાવનગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફ્રુડ અધિકારી દ્વારા લેવામાં આવેલ દૂધનાં નમૂનાંને સૌ પ્રથમ તો રાજ્ય સરકારની લેબમાં ચેક કરતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.  જે બાદ મૈસુર ખાતે પણ દૂધનાં સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. તેમજ રિપોર્ટમાં લોકોનાં સ્વાસ્થ્યને નુકશાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો.  

Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં 5000 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે SITની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર તો બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર તમામ જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. 

મંગળવાર કાળમુખો બન્યો. રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર અકસ્માતમાં કારમાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા. તો દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થેયલાં અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. તો મોરબી જિલ્લાના માળિયાના ત્રણ પદયાત્રીઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે થયેલાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. ત્રણ ઇજાગ્રસ્ત થયો છે. સાતેય યુવક પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યુ હતુ.

Gujarat Accident  14 people died in accidents at 4 places in Gujarat today

Chotila Temple :  નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરે 15-10-2023થી 23-10-2023 નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવાનાસ્ઠમી વગેરેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા ચામુંડા માતાજી મંદિરે 15-10-2023ના રોજ પ્રથમ નોરતા અને 22-10-2023ના આઠમ નોરતાની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જોકે નવરાત્રીના બાકીના 7 દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે. નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયનો રહેશે. નવરાત્રી દરમિયાન પાવાગઢ દર્શન કરવા માટે જવાના હોવ તો ખાસ કપાટ ખુલવાનો સમય જાણી લેજો.

No description available.

Navratri 2023 : નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગરબા રસિકો માટે નવરાત્રી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ હવે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકડ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામું નવરાત્રીના પ્રથમ નોરતાંથી લઈ દશેરા સુધી લાગુ પડશે.અમદાવાદમાં અનેક જ જગ્યાએ નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થયું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આગામી તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Ban on playing loud speakers after 12 midnight during Navratri, Ahmedabad Police announcement

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમામ ભારતીયો ઇઝરાયલની સાથે છે.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ માટે આભાર માનતા X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ઈઝરાયેલ સાથે ઉભા રહેવાની વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે “હું વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આભાર માનું છું, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સખત અને સ્પષ્ટપણે વિરોધી છે.

સપ્તાહના બીજા કારોબારી દિવસે ઇઝરાયલ-હમાસ યુદ્ધના આંચકાને કારણે સ્થાનિક શેરબજાર નીચે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારના ઘટાડા બાદ મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું અને મજબૂત વધારા સાથે બંધ થયું. મંગળવારે સેન્સેક્સ 566.97 (0.86%) પોઈન્ટના વધારા સાથે 66,079.36 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 177.50 (0.91%) પોઈન્ટના વધારા સાથે 19,689.85 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન એરટેલના શેરમાં ત્રણ ટકા જ્યારે JSWના શેરમાં બે ટકાનો વધારો થયો હતો. ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. બેન્કિંગ અને મિડ-કેપ શેરોએ આ વધારો કર્યો છે. સેન્સેક્સ ફરી 66,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. 

Tuesday was an auspicious day for the stock market, which closed with strong gains on buying in banking, IT and mid-cap...

પાકિસ્તાનની ટીમે ICC ODI વર્લ્ડ કપમાં કરિશ્માપૂર્ણ પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ હાંસલ કર્યો. મોહમ્મદ રિઝવાનની શાનદાર સદીએ એકલા હાથે શ્રીલંકા સામેની મેચને બદલી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીક અને મોહમ્મદ રિઝવાનની સાહસિક ઇનિંગ્સના આધારે પાકિસ્તાને 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. રિઝવાને 121 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. ICC ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 9 વિકેટે 344 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કુસલ મેડિસે 122 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જ્યારે સાદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. આ બંનેની શાનદાર બેટિંગના કારણે મોટો સ્કોર બનાવ્યા બાદ પાકિસ્તાનના બોલરોએ બે વિકેટ વહેલી ગુમાવી દીધી હતી પરંતુ મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે એવી ભાગીદારી કરી હતી જેણે મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.

WC 2023: Impressive win for Pakistan in World Cup, brilliant innings from Rizwan, Shafiq, Sri Lanka lose by huge score

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ