બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / Ahead Of Maharashtra Polls, Rift Between Shiv Sena, BJP Over Seat-Sharing
ADVERTISEMENT
ભાજપ- શિવસેના વચ્ચે વધી કડવાહટ
હાલમાં જ થયેલા લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ અને શિવસેનાની વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરંતુ પછી બંને દળોએ સમજૂતી કરીને ગઠબંધન પર સમજૂતી કરી લીધી. ચૂંટણીમાં ફરી એક વાર મોદી સરકારની લહેર સાબિત થતાં બંને પક્ષની વચ્ચે કડવાહટ વધી. રાજ્યમાં સીટના વિભાજનની ફોર્મ્યુલા ફરીથી બંને પક્ષની વચ્ચે આવી રહી છે.
ADVERTISEMENT
બંને દળમાં સીટને લઈને શરૂ થઈ વિચારણા
ADVERTISEMENT
લોકસભામાં ભાજપને 140થી વધુ તો શિવસેનાને લગભગ 80 સીટ પર વિધાનસભામાં બહુમત મળ્યો હતો. ભાજપ આ જ આધારે શિવસેનાને વધુ 100 સીટ આપવા તૈયાર છે. સાથે ભાજપની નજર પોતાના બળે વધારે બહુમત મેળવીને ભવિષ્યમાં શિવસેનાની તરફથી કોઈપણ રસ્તો બંધ કરવા પર અટકી છે. આવતા મહિને રાજ્યમાં ફરીથી ચૂંટણીનો અંદાજ છે અને બંને દળોના નેતૃત્વ માટે સીટને લઈને મંથન ચાલી રહ્યું છે.
ભાજપ ઈચ્છે છે 188 સીટ
ADVERTISEMENT
ભાજપના વરિષ્ઠ નેતાના આધારે ગઈ વિધાનસભામાં પાર્ટી પોતાના બળે 122 સીટ જીતી હતી. લોકસભા ચૂંટણી બાદ રાકંપા અને કોંગ્રેસના ગઢમાં ભાજપને બહુમત મળી છે. સાથે જ શિવસેનાની સરખામણીએ પાર્ટીની તાકાત પણ વધી છે. લોકસભામાં ઓછી સીટ પર લડવા છતાં પાર્ટીને 145 વિધાનસભાના વિસ્તારોમાં બહુમત મળ્યો છે. આ કારણે ગઠબંધનની સ્થિતિમાં ઓછામાં ઓછી 188 વિધાનસભા સીટ પર લડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
શિવસેનાના સંજય રાઉતે આપ્યું નિવેદન
ADVERTISEMENT
'જો શિવસેનાને અડધી બેઠકો નહીં મળે તો મહાગઠબંધન તૂટી શકે છે': જો અમિત શાહજી અને સીએમ સમક્ષ 50-50 સીટ શેરિંગ ફોર્મ્યુલા પર નિર્ણય લેવામાં આવે તો તેમનું નિવેદન ખોટું નથી.
Shiv Sena's,Sanjay Raut on Maharashtra Min Diwakar Raote's statement 'if Shiv Sena doesn't get half the seats then alliance could break':If 50-50 seat sharing formula was decided upon before Amit Shah Ji&CM,then his statement isn't wrong.Chunaav sath ladenge,kyun nahi ladenge pic.twitter.com/m2fbggbgyt
— ANI (@ANI) September 19, 2019
ADVERTISEMENT
કોંગ્રેસનું લિસ્ટ આવનારા 2 દિવસોમાં આવશે
કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ બાલા સાહેબ થોરાટે કહ્યું કે પાર્ટી અન્ય બે દિવસોમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 50 લોકોની પહેલી સૂચિ જાહેર કરશે. પાર્ટીના સ્ક્રીનિંગ કમિટીએ દિલ્હીમાં બુધવારે આ સૂચિને અંતિમ રૂપ આપ્યું છે. તેઓએ કહયું કે તેઓ સારા અને પ્રતિભાશાળી ઉમેદવારેને રાખશે. જેની પર તેમને ભરોસો હશે. આ લિસ્ટ 20 સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.
કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન
રાજ્ય વિધાનસભાની 288 સીટ પર કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કર્યું છે અને પ્રત્યેક દળ 125-125 સીટ પર ચૂંટણી લજી રહ્યું છે. બાકીની સીટો ગઠબંધનમાં સામેલ અન્ય દળો માટે રાખવામાં આવી છે.
ચૂંટણી પંચનું મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓનું પરીક્ષણ
ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, ચૂંટણી કમિશનરો અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બળદેવસિંહ અને નાયબ ચૂંટણી અધિકારી દિલીપ શિંદે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્ય પંચે નવા મતદારોના નામાંકન અને જાગૃતિ અભિયાનની પ્રગતિનો અહેવાલ ચૂંટણી પંચ સાથે શેર કર્યો હતો. આ વર્ષે દિવાળી પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થવાની છે. આ અઠવાડિયામાં તારીખો જાહેર થશે. હરિયાણામાં 90 અને મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.