બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / After Uttar Pradesh film The Kerala Story has been made tax free in these states
Megha
Last Updated: 10:15 AM, 13 May 2023
ADVERTISEMENT
વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. એ વાત તો નોંધનીય છે કે આ ફિલ્મ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. જો કે લોકોએ આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો છે અને હજુ પણ કરી રહ્યા છે. પણ બીજી તરફ અદા શર્માની ફિલ્મને કેટલીક જાણીતી હસ્તીઓનું સમર્થન પણ મળી રહ્યું છે.
વાત એમ છે કે કેટલાક રાજ્યોમાં ફિલ્મની રિલીઝને લઈને હોબાળો થયો છે તો અમુક રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જાણો કયા રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને કોણે સમર્થન આપ્યું છે...
ADVERTISEMENT
આ રાજ્યોમાં ટેક્સ ફ્રી ફિલ્મ
ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ અંગે સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા ફિલ્મને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પહેલેથી જ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
More than 6000,000 people have seen this film so far in India.
— Sudipto SEN (@sudiptoSENtlm) May 12, 2023
A new chapter begins today. THE KERALA STORY is releasing more than 40-countries together...
More and more numbers are going to get added. More and more blessings, love and adulation will overwhelm us. We shall feel… pic.twitter.com/LGFaDju2qA
ફિલ્મ મેકર્સને મળ્યો સપોર્ટ -
ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ને લઈને આખા દેશમાં વિવાદ થઈ રહ્યો હતો પણ ઘણા મેકર્સ ફિલ્મના સ્પોર્ટમાં આવ્યા હતા. એવામાં બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ એક ટ્વિટ કર્યું છે જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. શબાના આઝમીએ 'ધ કેરલા સ્ટોરી'નું સમર્થન કર્યું હતું. એમને સમર્થન કરતાં લખ્યું હતું કે જે લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે તે ખોટા છે, કારણ કે તેઓ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા પર પણ બેન લગાવવા માંગતા હતા."
જણાવી દઈએ કે તાજેતરમાં જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને ફિલ્મને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. આ પહેલા મધ્યપ્રદેશમાં 'ધ કેરલા સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ફિલ્મની પ્રશંસા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.