ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / after-shashi-tharoor-tweet-about-sumitra-mahajan-death-kailash-vijayvargiya-clarified

રાજકીય / સુમિત્રા મહાજનના નિધનનું આ કોંગ્રેસ નેતાએ કર્યું ટ્વિટ, ભાજપે કહ્યું - હજુ સ્વસ્થ છે પૂર્વ સ્પીકર

Published By: Nirav

Last Updated: 12:42 AM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થયું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કરીને સુમિત્રા મહાજનના મોતની જાણકારી આપી છે, જો કે ભાજપે તેને નકારી કાઢી હતી.

ADVERTISEMENT

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થયું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કરીને સુમિત્રા મહાજનના મોતની જાણકારી આપી છે. શશી થરૂરે ટ્વીટ કર્યું છે કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના અવસાનથી તેઓ દુ:ખી છે. મને તેમની સાથે ઘણી સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાઓ યાદ છે, જેમાં તેમણે અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે મને મોસ્કોમાં બ્રિક્સમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનું કહ્યું. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના. 

જો કે આના પછી મધ્ય પ્રદેશના દિગ્ગજ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ આ બાબતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તાઈ એકસમ સ્વસ્થ છે અને ભગવાન તેમને લાંબી આવરદા આપે. 

મહત્વનું છે કે આ ટ્વિટ પછી કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું, નોંધનીય છે કે ભાજપના નેત્રી અને પૂર્વ લોકસભા સ્પીકર એવા સુમિત્રા મહાજન મોદી સરકારના પહેલા કાર્યકાળમાં લોકસભાના સ્પીકરની ભૂમિકા ભજવી હતી. એક જાણકારી પ્રમાણે તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Madhya Pradesh Shashi Tharoor congress sumitra mahajan ભાજપ Political

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ