બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / After Navratri, now people are very curious about Ravana Dahan
Mahadev Dave
Last Updated: 04:05 PM, 23 October 2023
ADVERTISEMENT
માતાજીની આરાધનાના ઉત્તમ પર્વ નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ વિજયાદશમી ઉત્સાહભેર ઉજવાશે. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ રાવણના પૂતળું બનાવવામાં આવી રહ્યું છે. જેમાં આગ લગાવી ઉત્સવ મનાવવામાં આવશે. ત્યારે અમદાવાદના ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં રાવણદહનની પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે . 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. સાથે મેઘનાથ અને કુંભકર્ણમાં પૂતળાનું દહન કરવામાં આવશે. રામયાત્રા બાદ રાવણદહન કાર્યક્રમ કરવામાં આવશે.
ADVERTISEMENT
આવતીકાલે રામ યાત્રા યોજીને રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો જોડાય તેવી શક્યતા છે. કાર્યક્રમમાં સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મહત્વનું છે કે હરેકૃષ્ણ મંદિર દ્વારા છેલ્લા 9 વર્ષથી રાવણદહનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફાયર,પોલીસ સહિતની સેફ્ટી સાથે આ કાર્યક્રમ ઉજવવામાં આવશે.
રાજકોટમાં ગુજરાતના સૌથી મોટા રાવણના પુતળાનું દહન થશે
વધુમાં રાજકોટમાં ગુજરાતના સૌથી મોટા રાવણના પુતળાનું દહન થાય છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 ફૂટ મોટો રાવણ તૈયાર કરવામાં આવ્યો છે. રાવણની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાથ 30-30 ફૂટના પૂતળા તૈયાર કરાય છે. કુલ 25 કારીગરો દ્વારા રાવણની આ વિશાળ પૂતળા બનાવ્યા છે. રાવણનઆ પુતળાની અંદર ખાસ આતાશબાજી થાય તેવા ફટાકડાઓ ગોઠવવામાં આવ્યા છે. રેસકોષ મેદાનમાં આ કાર્યક્રમ યોજવાશે.
ભાવનગરમાં રાવણદહનની પૂરજોર તૈયારીઓ
વધુમાં ભાવનગરમાં આવતીકાલે વિજયા દશમીના પર્વને લઈને રાવણ દહન માટે તૈયારીઓ પુરજોશમાંમાં ચાલી રહી છે. શહેર બે સ્થળો એ અલગ અલગ રાવણ દહનના કાર્યક્રમ યોજાનાર છે. ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં જીતુ વાઘાણી પ્રેરિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જ્યારે ભાવનગરના જવાહર મેદાનમાં ખાતે સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. મહત્વનુ છે કે ભાવનગરમાં આગ્રાથી ૧ મહિના થી આવેલા કારીગરો આ બનને વિસ્તારો માટે રાવણ દહનની તૈયારી કરતા હોય છે.
જામનગરમાં લગભગ 7 દાયકા જૂની પરંપરા
બીજી તરફ જામનગરમાં થતો રાવણ દહનનો કાર્યક્રમ પણ જિલ્લાભરમાં પ્રખ્યાત છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરા નિમિતે રાવણ દહન કરવામાં આવે છે. જે લગભગ 7 દાયકા જૂની પરંપરા છે. જ્યા અસત્ય ઉપર સત્યની જીતની ઝાંખી દર્શાવતી રામ અને રાવણ વચ્ચે થયેલી યુદ્ધની વાર્તા આધારિત પરંપરાગત ઉજવણી કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT