બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / After Gujarat Gas, now Adani has increased the price of CNG

વધુ એક ઝટકો / નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ: ગુજરાત ગેસ બાદ હવે Adaniએ ઝીંક્યો CNGમાં ભાવવધારો, જાણો શું હશે નવો ભાવ

Priyakant

Last Updated: 10:27 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ યથાવત, ગુજરાત ગેસ બાદ આ CNG ગેસના ભાવમાં વધારો થયો

  • નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ
  • ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો વધારો
  • અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો
  • અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો

નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ યથાવત છે ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. મહત્વનું છે કે, મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે.

વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે.  હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. 

તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા કરાયો હતો ભાવવધારો 

ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ