બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / after darshan in the temple sit down on the stairs and read this shloka

ભૂલતા નહીં / દર્શન બાદ મંદિરના પગથિયા પર બેસીને કરજો આટલું, ધન-દૌલત, ગાડી-બંગલા કરતાં પણ મળશે વધારે

Hiralal

Last Updated: 08:42 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓએ મંદિરના પગથિયાં પર બેસીને એક ખાસ પ્રકારના શ્લૌક બોલવા જોઈએ જેનાથી ભૌતિક સંપત્તિની સાથે પરમ શાંતિનો અનુભવ થાય છે.

  • મંદિરની સીડીમાં બેસવું પણ શુભ
  • સીડીમાં બેસીને બોલજો આ ખાસ મંત્ર
  • મળશે પરમ શાંતિ

ભક્તો તેમના આરાધ્ય દેવના દર્શન કરવા વિવિધ મંદિરોની મુલાકાત લે છે. લોકો કંઈને કંઈ માગવા કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે મંદિરમાં જતા હોય છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે શું તમને ખબરે છે કે  મંદિરની સીડીમાં બેસીને એક ખાસ કામ કરવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે. 

મંદિરની સીડીમાં બેસીને બોલો શ્લૌક 
મંદિરના પગથિયા પર બેસવું શુભ માનવામાં આવે છે, કારણ કે મંદિરના શીખને દેવ વિગ્રહનો ચહેરો માનવામાં આવે છે અને સીડીઓને તેના પગ પાદુકા માનવામાં આવે છે. તેથી મંદિરમાં આંખો ખોલીને પૂરી નિષ્ઠાથી ભગવાનના દર્શન કરવા જોઈએ. સાથે જ મંદિરના પગથિયામાં બેસીને ભગવાનનું સ્મરણ કરતી વખતે આ શ્લોકનું પઠન કરવું જોઈએ.

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોકનો અર્થ એ છે કે-
હે પ્રભુ, મારુ મોત કોઈ પણ પ્રકારના દુખ કે કષ્ટમાં ન થાય રોગથી પીડિત થઈને પથારીમાં પડીને મરવા કરતાં હરતા-ફરતા મારા પ્રાણ જાય તેવું સુનિશ્ચિત કરજે. 
હે ભગવાન, મારું જીવન કોઈના પર નિર્ભર ન હોવું જોઈએ, હું કોઈના આધાર પર જીવન પસાર કરી શકું. 

देहान्त तव सानिध्यम् 
હે ભગવાન, જ્યારે હું  મરુ ત્યારે મને મારી પાસે હોવ, જે રીતે ભીષ્મ પિતામહના પ્રાણ જતી વખતે તમે તેમની પાસે ઊભા હતા તેવી રીતે મારી પાસે રહેજો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ