બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / After Article 370 now the director will show the supernatural story of Kashmir has a connection with Baramulla

મનોરંજન / આર્ટિકલ 370 બાદ હવે ડાયરેક્ટર દેખાડશે કાશ્મીરની સુપરનેચરલ સ્ટોરી, ધરાવે છે બારામુલા સાથે કનેક્શન

Vishal Khamar

Last Updated: 03:33 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિકલ 370 નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર અને આદિત્ય સુહાસ જાંભલેએ આર્ટિક્લ-370 પહેલા બારામુલા ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. પણ પહેલા આર્ટિક્લ-370 તૈયાર થઈ ગઈ. હવે મેકર્સ બારામુલા લઈને આવવાના છે.

દરેક ફિલ્મનું પોતાનું ભાગ્ય હોય છે. ઘણી વખત ફિલ્મ તૈયાર હોય છે પણ રિલીઝ થતી નથી. ફિલ્મ બારામુલા સાથે પણ કંઈક આવું જ થયું છે. આર્ટિકલ 370 નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર અને આદિત્ય સુહાસ જાંભલેએ આર્ટિકલ - 370 પહેલા બારામુલા ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. આ ફિલ્મનું શુટિંગ થઇ ગયું હતું પણ આર્ટિકલ -370ની કહાની આવતા તે પહેલા તૈયાર થઈને રીલીઝ થઇ ગઈ હવે બારામુલાની વારી છે.  આદિત્ય સુહાસ જાંભલેએ કહ્યું કે ' એક-બે મહિનામાં કાશ્મીરની જમીન પર બનેલી સુપરનેચરલ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરીશું અત્યારે ફિલ્મના વિઝ્યુલ ઇફેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. 

પહેલા બારામુલા તૈયાર થઇ 

બારામુલા બનાવવા અંગે આદિત્ય સુહાસ કહ્યું કે , 'આ ફિલ્મ મેં જાતે લખી છે. મારા મનમાં એક જ વિચાર હતો કે શું કાશ્મીરમાં સુપરનેચરલ ફિલ્મ બનાવી શકાય. મેં આદિત્ય ધરને કહ્યું હતું કે હું આ વાર્તા લખીશ. તેણે મંજૂરી આપી. પછી હું ગોવા ગયો. છ મહિના સુધી સંશોધન કર્યું, કાશ્મીરી લોકોને મળ્યા. આદિત્યને સ્ક્રિપ્ટ ગમી અને અમે શૂટિંગ શરૂ કર્યું. બારામુલા ફિલ્મ જોયા પછી આદિત્ય ધરના મનમાં આર્ટિકલ-370નો વિચાર આવ્યો અને તેણે મને કહ્યું કે તમે તે ફિલ્મ માટે યોગ્ય નિર્દેશક હશો. મને રાજકારણ સાથે જોડાયેલી બાબતો પર સંશોધન કરવામાં પણ રસ છે. મેં કહ્યું કે હું ફિલ્મ કરીશ. બારામુલાનું થોડું શૂટિંગ સાત-આઠ દિવસમાં પૂરું કર્યા પછી આર્ટિકલ-370નું શૂટિંગ શરુ કર્યું અને એ પણ એક વર્ષમાં પૂરું થઈ ગયું. બંને ફિલ્મોની ટીમ એક જ હતી તેથી બારામુલાનું કામ ધીમુ પડી ગયું હતું.

કંઇક અલગ દેખાડવા કાશ્મીરને પસંદ કર્યું

અત્યાર સુધી કાશ્મીર પર આધારિત ફિલ્મોમાં માત્ર આતંકવાદ અથવા ત્યાંના મતભેદો દર્શાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મને અલૌકિક બનાવવા અંગે, આદિત્ય કહે છે, 'મને ફક્ત તે જ વસ્તુઓ કરવાનું મન થાય છે જે બની નથી. મને એક હોરર ફિલ્મ બનાવવાની ઓફર મળી છે. મારે આ જોનરને પણ અલગ બનાવવો હતો. મેં એમાં કાશ્મીર અને સુપરનેચરલને ભેળવી દીધું. બારામુલા ફિલ્મ જોઈને દર્શકો ડરી જશે, પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થશે ત્યારે તેઓ રડતા રડતા થિયેટરની બહાર આવશે. કાશ્મીરમાં જ્યારે સાંજ પડે છે ત્યારે તે ડરાવનું લાગે છે, તે ત્યાંના મતભેદ ના કારણે નહી, પરંતુ ગાઢ જંગલો અને પહાડોને કારણે. મને લાગ્યું કે ત્યાં એક સુપરનેચરલ વાર્તા બનાવવી ખૂબ સરસ રહેશે. અત્યાર સુધી ત્યાં ફેલાયેલા આતંકવાદની વાતો બતાવવામાં આવી છે. બારામુલા પ્રેક્ષકોને એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ આપશે. અમે ફિલ્મને માઈનસ 18 ડિગ્રીમાં શૂટ કરી છે. એક્શન, હોરર, થ્રિલર જેવા તમામ પ્રકારના શોટ્સ સાથે ફિલ્મનું શૂટિંગ 24 દિવસમાં પૂર્ણ થયું હતું.

આ ફિલ્મમાં માનવ કૌલ જોવા મળશે

માનવ કૌલ ફિલ્મમાં ડીએસપીની ભૂમિકા ભજવશે. માનવને આ રોલમાં લેવાનું કારણ જણાવતાં આદિત્ય કહે છે, 'અમને એક એવો કલાકાર જોઈતો હતો જે કાશ્મીરનો હોય અને તે આ રોલને માત્ર રોલની જેમ ન જોવે. મે માનવને થિયેટર કરતા જોયો છે. અમને તેની ક્ષમતા પર વિશ્વાસ હતો. તે સ્ક્રીન પર સારો દેખાય છે અને પોતે કાશ્મીરી છે. ઘણા નામો વિચાર્યા પછી મને લાગ્યું કે આ રોલ માટે માત્ર માનવ જ યોગ્ય હશે.

વધુ વાંચો : 'મેં કોઇને પણ શોક મનાવતા નહોતા જોયા', સુશાંત સિંહના મોત પર શું બોલ્યા ડાયરેક્ટર દિબાકર બેનર્જી

આદિત્ય ધર સાથે નવી ફિલ્મ

આદિત્ય સુહાસ તેની ત્રીજી ફિલ્મ પણ આદિત્ય ધર સાથે કરવા જઈ રહ્યા છે. તે કહે છે, 'હાલમાં આ એક્શન થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ગોવા પર આધારિત હશે. જ્યારે બે મહિનામાં સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ જશે ત્યારે અમે શૂટિંગ શરૂ કરીશું. આદિત્ય સાથેના સંબંધો સારા છે. હું લાંબા ગાળા માટે સંબંધો બાંધું છું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ