બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / After Ahmedabad accident, traffic police in Surat called Sapto, collected a fine of 3.75 lakhs from motorists

કાર્યવાહી / અમદાવાદ અકસ્માત બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે બોલાવ્યો સપાટો, વાહનચાલકો પાસેથી વસૂલ્યો 3.75 લાખનો દંડ

Dinesh

Last Updated: 05:47 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 3.75 લાખનો દંડ વસૂલી 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  • અમદાવાદની ઘટના બાદ સુરત ટ્રાફિક પોલીસ હરકતમાં
  • ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂપિયા 3.75 લાખનો દંડ વસૂલાયો
  • 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી


અમદાવાદમાં બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ એક્શનમાં આવેલી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ગતરોજ કોમ્બિંગ હાથધરી નંબર પ્લેટ વિનાના વાહનો,ડાર્ક ફિલ્મ,ત્રણ સવારી,ચાલું વાહને મોબાઈલ પર વાત કરવી સહિત રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કડકાઈ શરૂ કરવામાં આવી છે. એક જ રાતમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રિજીયનમાં ડાર્ક ફિલ્મના 243, નંબર પ્લેટ વિનાના 719, વાહનો પર ત્રણ સવારીના 344, રોંગ સાઈડ પર વાહન હંકારવાના 6 અને ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા 52 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વાહન ચાલકો પાસેથી 3.75 લાખના દંડની વસુલાત કરી સપાટો બોલાવવામાં આવ્યો છે.

સુરત પોલીસ હરકતમાં આવી 
ઇસ્કોન બ્રિજ ઉપર બનેલી અકસ્માતની ગોઝારી ઘટનામાં નવ લોકોના કરુણ મોત થયા છે. ગોઝારી અકસ્માતની આ ઘટના બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક જ રાતમાં સપાટો બોલાવી કુલ 1364 વાહનો સામે કાર્યવાહી કરી અંદાજીત રૂપિયા 3.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાણાનીના જણાવ્યાનુસાર, શહેર પોલીસ કમિશનર અજય તોમરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રિઝિયન -1માં 64 જેટલા વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 380 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ, 75 વાહન ચાલકો સામે ત્રણ સવારી, જ્યારે 3 વાહન ચાલકો સામે રોગ સાઈડ અને 15 વાહન ચાલકો સામે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા બદલ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાયદેસરની કાર્યવાહી કરાઈ
સુરતના રિજીયન-2માં 44 વાહનો સામે ડાર્ક ફિલ્મના, 184 વાહન ચાલકો સામે વિના નંબર પ્લેટ અને 131 વાહન ચાલકો સામે ત્રણ સવારી સહિત રોંગ સાઈડમાં 1 અને ચાલું વાહન પર મોબાઈલ પર વાત કરતા 13 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય શહેરના રિજીયન-3માં 86 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 91 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ, 103 વાહન ચાલકો સામે ત્રણ સવારી, એક વાહન ચાલક સામે રોંગ સાઈડ સહિત 14 વાહન ચાલકો સામે ચાલું વાહને મોબાઈલ પર વાત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રિજીયન-4માં 49 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ, 64 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ વિના વાહન હંકારવા, 35 વાહન ચાલકો સામે ત્રણ સવારી જ્યારે 1 વાહન ચાલક સામે રોંગ સાઈડ અને 10 વાહન ચાલકો વિરુદ્ધ ચાલું વાહને વાત કરવા બદલ દંડ ઉપરાંતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

પોલીસ કમિશ્નરના આદેશ બાદ કાર્યવાહી
આમ કુલ ચાર રિજીયનમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 3.75 લાખનો દંડ વસૂલી 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ ગોઝારા અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત નિપજ્યા છે. જે ઘટના બાદ શહેર ટ્રાફિક પોલીસ હાલ એક્શનમાં આવી છે. જ્યારે પોલીસ કમિશ્નરના આદેશ બાદ ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકો વિરુદ્ધ સપાટો બોલાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ