બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / After a thrilling victory against West Indies, Team India created a world record, beating Pakistan in this matter

ક્રિકેટ / વિન્ડિઝ સામે રોમાંચક વિજય બાદ ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે પાકિસ્તાનને પછાડ્યું

Megha

Last Updated: 12:57 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલી મેચમાં હારનો સામનો કર્યા પછી વેસ્ટઈન્ડિઝએ બીજી મેચમાં પણ હાર મેળવી હતી. વેસ્ટઈન્ડિઝની આ હારથી ટીમ ઇન્ડિયાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો

  • ત્રણ મેચની વનડે સીરીઝ બે મેચમાં જ વેસ્ટઈન્ડિઝને માત આપી દીધી 
  • વેસ્ટઈન્ડિઝની આ હારથી ટીમ ઇન્ડિયાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો
  • ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને પાછળ છોડીને આ મુકામ સુધી પંહોચી ગઈ

ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ બે મેચમાં જ વેસ્ટઈન્ડિઝને માત આપીને પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો બીજો મેચ રવિવારે હતો જ્યાં ભારતે ૨ વિકેટ સાથે મેચને તેના નામે કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા અક્ષર પટેલની હતી. આ સાથે જ વેસ્ટઈન્ડિઝની જીત સાથે ભારતીય ટીમે વનડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. ભારતીય ટીમે આ રેકોર્ડમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. 

રવિવારે એટલે કે 24 જુલાઈના રોજ વેસ્ટઈન્ડિઝઅને ભારત વચ્ચે વનડે સીરીઝનો બીજો મેચ રમાયો હતો. પહેલી મેચમાં હારનો સામનો કર્યા પછી વેસ્ટઈન્ડિઝએ બીજી મેચમાં પણ હાર મેળવી હતી. અને વેસ્ટઈન્ડિઝની આ હારથી ટીમ ઇન્ડિયાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો હતો. 

ટીમ ઇન્ડિયા વર્ષ 2007 પછી ક્યારેય વેસ્ટઈન્ડિઝ સામે એક પણ વનડે ઇન્ટરનેશનલ સીરીજ નથી હારી. આ વખતે લગાતાર 12મી વખત વનડે સીરીઝમાં ભારતે વેસ્ટઈન્ડિઝને માત આપી હતી. આજ સુધી કોઈ ટીમે આટલી વખત એકધારી કોઈ પણ દેશ સામે વનડે સીરીઝ નથી જીતી. 

તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને પાછળ છોડીને આ મુકામ સુધી પંહોચી ગઈ છે. ટીમ ઇન્ડિયા પહેલા પાકિસ્તાન જ એક એવો દેશ હતો જેને એકધારી 11 વનડે સીરીઝ જીતી હતી. પાકિસ્તાન ટીમે 1996 થી લઈને 2021 સુધી ઝીમ્બાબેવ સામે કુલ 11 વનડે સીરીઝ જીતી હતી. આ સિવાય કેરેબીયાઈ ટીમ સામે એકધારી 10 વનડે સીરીઝ જીતી હતી. 

વર્ષ 1999 થી લઈને 2022 સુધી પાકિસ્તાને વેસ્ટઈન્ડિઝટીમ સામે એક પણ મેચ નથી હારી. આ લીસ્ટમાં ચોથા નંબર પર ઔથ આફ્રિકા છે જેને ઝીમ્બાબેવ સામે 1995 થી લઈને 2018 સુધી લગાતાર ૯ વનડે સીરીઝ જીતી હતી. આ પહેલા પાંચમાં નંબર પર ભારત હતું જેને શ્રીલંકા સામે લગાતાર ૯ વનડે સીરીઝ જીતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ