બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / after 59 years happens know how your zodiac will be

સંયોગ / 59 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ, જાણો તમારી રાશિ પર શું થશે અસર?

Nikul

Last Updated: 06:17 PM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરીનાં બીજા અઠવાડિયામાં ખૂબ ગજબનો સંયોગ બનવા જઈ રહ્યો છે. 8 ફેબ્રુઆરી એટલે કે આજે રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ પહેલાથી બીરાજમાન છે. એવામાં ચંદ્રની ઉપસ્થિતિમાં મકર રાશિ ષટગ્રહી યોગ બની જશે. જ્યોતિષવિદનું કહેવુ છે કે 6 ગ્રહોનો આ અદ્ભૂત સંયોગ રાશિઓને સારા-નરસાનું પરિણામ આપવા વાળુ છે.

  • મકર રાશિ ષટગ્રહી યોગ બનશે
  • અદ્ભૂત સંયોગ રાશીઓને સારા-નરસાનું પરિણામ આપવા વાળુ
  • સાડા આઠ વાગ્યે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે

કામોને વેગ મળશે
મેષ- 6 ગ્રહોનું આ મહાસંયોગ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક રહેવાનું છે. ઘણી નોકરી, નવા પ્રોજેક્ટ, નવા લોકો સાથે મેળાપ અથવા નવા સ્થળની યાત્રા થઈ શકે છે. પિતા પક્ષથી ભરપૂર સહયોગ મળશે જીવનમાં મોટી સફળતા અને અવસર મળવાનાં યોગ બનશે. લાંબા સમયથી રોકાયેલા કામોને વેગ મળશે.


આર્થિક સ્થિતિ સુધરશે
વૃષભ- વૃષભ રાશિનાં જાતકો માટે આ સમય સારો રહેશે. સંતાન પક્ષમાં લાભ મળવાનાં યોગ બનશે. આર્થિક સ્થિતિ સુધરતી લાગશે અને સ્વાસ્થ્ય પણ સુધાર પર રહેશે. સામાજિક કામોમાં રુચી લાગશે. આ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સારી બની શકશે.


શુભ સમાચાર મળશે
મિથુન- મિથુન રાશિનાં જાતકો માટે પણ ગ્રહોનું આ મહાસંયોગ ખૂબ શુભ સાબીત થશે. રોજગારનાં અવસર પ્રાપ્ત થશે. લાભની શક્યતા વધશે. જોકે થોડો સમય રાહ જોવાની સલાહ પણ આપવામાં આવી છે. ઘરમાં શાંતિ રહેશે. પાર્ટનર અને પરિવારનાં સભ્યોની સાથે સંબંધો મજબૂત થશે. આ વચ્ચે કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે.


વાદ-વિવાદથી બચો
કર્ક- જ્યોતિષ શાસ્ત્ર મુજબ ફેબ્રુઆરીમાં બની રહેલા આ મહાસંયોગથી કર્ક રાશિનાં જાતકોનો ભાગ્યોદય થશે. જીવનમાં સારા દિવસો પ્રવેશ કરશે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓથી પીંડ છુટશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. શત્રુઓની રણનીતીઓ બેઅસર બનશે. ક્રોધ પર સંયમ રાખવો અને વાદ-વિવાદમાં પડવાથી બચો.


પાર્ટનરથી સંબંધ બગડી શકે છે
સિંહ-
સિંહ રાશિનાં જાતકોની વાત કરીએ તો આ રાશીમાં અપાર ધન લાભનો યોગ બની શકે છે. નોકરી અને વ્યાપારમાં ખૂબ સફળતા મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. જોકે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય નથી. પાર્ટનરની સાથે સંબંધ બગડી શકે છે માટે થોડુ સાચવવુ હિતાવહ.


દુર્ઘટનાથી બચો 
કન્યા- ગ્રહોનું આ મહાસંયોગ કન્યા રાશિવાળા માટે ખૂબજ શુભ રહેશે. જીવનમાં મોટી ઉપલબ્ધી મળવાનાં સંયોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તમારા સપનાને પૂરા કરવાનો આ એક સાચો સમય છે. વૈવાહિક જીવન ખૂબ સારો વળાંક લઈ શકે છે. દુર્ઘટનાથી બચો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.


પિતા સાથે સંબંધ સુધરશે
તુલા- તુલા રાશિનાં જાતકો માટે આ સમય પ્રમાણમાં સમતલ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામો ધીમી ગતિએ સંપન્ન થશે. ઉતાવળમાં કરવામાં આવેલ કામ નુક્સાન કરી શકે છે. નોકરીમાં બદલાવ કરવા વાળા આ સમયમાં સાવધાન રહો. સ્વાસ્થ્ય સારુ રહેશે. પિતાની સાથે સંબંધો સુધરતા જણાશે.


ઉધાર ના આપો
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિનાં લોકો માટે સમય થોડો તણાવ ભર્યો બની શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વ્યવહારમાં ચિડિયાપણુ ના આવવા દો. ખર્ચ પર કાબુ રાખો. શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં નિવેશ કરવાથી બચો અને કોઈ અજાણ્યા વ્યક્તિને ઉધાર આપવાથી બચો.


તણાવથી મુશ્કેલી
ધન- ધન રાશિનાં વ્યક્તિ માટે સમતલ સમય છે. પરિવારથી સહાયતા મળશે. પણ બહારનાં લોકો સાથે વિવાદ થઈ શકે છે. તણાવ અને અનિદ્રાથી મુશ્કેલી આવી શકે છે. આર્થિક સ્થિતિ કે નવા કામની શરુઆત માટે આ સમય સારો રહેશે.


ધન કારોબાર વધશે
મકર- આ ષટગ્રહી યોગ મકર રાશિમાંજ બનવા જઈ રહ્યો છે. આ રાશીનાં જાતકોનો ધન કારોબાર વધશે. બુદ્ધી અને વિવેકનાં ઉપયોગથી સફળતા મેળવશે. નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો રહેશે. રોજગારનાં નવા અવસર પ્રાપ્ત થશે. પ્રમોશન-ઈન્ક્રિમેન્ટમાં પણ બધુ સારુ થશે.


શુભચિંતકોની ભલામણ લેવી
કુંભ- કુંભ રાશિનાં જાતકોએ થોડી સાવધાની રાખવાની જરુર છે. અધિકારી પક્ષ તરફથી તણાવ વધી શકે છે. વ્યાવસાયિક અને આર્થિક કામોમાં હેરાનગતિ આવી શકે છે. રુપિયા-પૈસાનાં કિસ્સામાં નિર્ણય લેતા પહેલા શુભચિંતકોની ભલામણ લેવી જરુરી.


ખર્ચ ઘટશે ઉધારમાંથી મુક્તિ
મીન- મીન રાશિનાં જાતકો માટે ગ્રહોનો આ મહાસંયોગ શુભ સમાચાર લાવશે. હેરાનગતિને લીધે વધતો તણાવ ઓછો થશે. બાળકોને ભણવામાં મન લાગશે. કરિયર પર ફોકસ કરશે. ખર્ચમાં ઘટાડો થશે અને ઉધારથી મુક્તિ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Moon Rashifal zodiac sign ગ્રહો ચંદ્ર રાશિ ભવિષ્ય રાશીફળ Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ