બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / after 140 days shani margi on saturday fate of 6 zodiac signs change

Shani margi / આજે અદ્ભુત સંયોગ! 140 દિવસ શનિએ બદલી ચાલ, હવે આ 6 રાશિના જાતકોનું ભાગ્ય પણ બદલાશે

Manisha Jogi

Last Updated: 09:05 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 140 દિવસ પછી પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે. અદભુત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાને કારણે આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે.

  • શનિદેવ પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે
  • શનિદેવ કુંભ રાશિમાં માર્ગી માર્ગી થશે
  • આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે

શનિદેવ 140 દિવસ પછી પુષ્યનક્ષત્રમાં માર્ગી થવા જઈ રહ્યા છે. જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. શનિ કુંભ રાશિમાં માર્ગી થઈ રહ્યા છે, જેથી અદભુત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થવાને કારણે આ 6 રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે, ભાગ્ય સાથ આપશે અને દિવાળી સુખમયી રીતે પસાર થશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
મેષ-
દાંપત્યજીવનમાં ખુશીઓનું આગમન થશે. લક્ઝરી જીવન જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. શનિ ગોચર લાભ ભાવમાં થઈ રહ્યું છે. શનિવારે હનુમાન ચાલીસા અને સિંદરકાંડના પાઠ કરવા. 

વૃષભ- જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. શશ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ હ્યું છે. બિઝનેસ ક્ષેત્રે વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે. પિતાની વાત માનવી અને હનુમાનજીની સેવા કરવી. 

મિથુન- અટકેલા કામની શરૂઆત થશે. નાણાંકીય લાભ થવાની તક છે. પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ધર્મમાં રુચિ વધશે. દિવાળીના દિવસોમાં લાભ થઈ શકે છે. હનુમાન મંદિરમાં દર્શન કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરો. 

કન્યા- કાયદાકીય બાબતોમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. પૂજા પાઠમાં મન પરોવાશે. દુશ્મન પર વિજય પ્રાપ્ત થશે. બિમારીથી છુટકારો મળશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. શનિવારે હનુમાન મંદિર જઈને પૂજા કરવી. 

ધન- જે પણ કાર્ય કરશો તેમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ થશે. ભાઈ અને બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્ય સંબંધિત પરેશાની દૂર થશે. વિદેશ યાત્રા પર જઈ શકે છે. હનુમાનજીની સેવા કરો. 

મકર- પ્રેમ સંબંધમાં સુધારો થશે. નાણાંકીય આગમનો માર્ગ મોકળો થશે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળશે. ધર્મમાં રુચિ વધશે. દાંપત્યજીવન ખુશમયી રહેશે. પરિવારમાં મધુરતા રહેશે, સુંદરકાંડના પાઠ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ