બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / afghanistan cricket board sanction mujeeb ur rahman fazalhaq farooqi naveen ul haq doubtful for ipl

ક્રિકેટ / IPL 2024થી બહાર થઈ જશે આ સ્ટાર ખેલાડી! અફઘાનિસ્તાને ત્રણ ખેલાડીઓ સામે લીધા એક્શન, જાણો શું છે કારણ

Dinesh

Last Updated: 12:51 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

afghanistan cricket board: ઉર રહમાન, ફજલ ફારૂકી અને નવીન ઉલ હક પર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે લીધી એક્શન, ત્રણેય ખેલાડીઓને બે વર્ષ સુધી એનઓસી નહી અપાય

  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડી પર લીધી એક્શન
  • ઉર રહમાન, ફજલ ફારૂકી અને નવીન ઉલ હક પર કાર્યવાહી
  • આ ત્રણેય ખેલાડીઓને બે વર્ષ સુધી કોઈ એનઓસી નહી અપાય


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે દ્વારા ઉર રહમાન, ફજલ ફારૂકી અને નવીન ઉલ હક પર અફઘાનિસ્તાન માટે નહી પરંતુ પોતાના સ્વાર્થ માટે અને પોતાના હકો માટે રમવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડે તેમને 2024ના વાર્ષિક કેન્દ્રીય કોન્ટ્રાકમાં પણ વિલંબ કર્યો છે. આ ત્રણેય ખેલાડીઓને બે વર્ષ સુધી કોઈ એનઓસી આપવામાં નહી આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. વર્તમાનમાં પણ આપવામાં આવેલો એનઓસી રદ્દ કરવામાં આવી છે

Topic | VTV Gujarati

IPL 2024માં નહી રમે !
અફઘાનિસ્તાન બોર્ડના આ નિર્ણયથી ત્રણેય ખેલાડીઓ IPL 2024માંથી પણ બહાર થઈ શકે છે. અત્રે જણાવીએ કે, કોઈ પણ વિદેશી ખેલાડીઓને બીજા દેશમાં જઈને રમવા માટે પોતાના દેશાના ક્રિકેટ બોર્ડનો એનઓસી સર્ટિ હોવું જરૂરી છે, આપને જણાવીએ કે, મુજીબ KKR ટીમનો ખેલાડી છે. જ્યારે ફઝલહક SRHનો ખેલાડી છે. નવીન ઉલની વાત કરવામાં આવે તો તે લખનૌ સુપર જાયન્ટ્સનો ખેલાડી છે

શા માટે કાર્યવાહી કરાઈ
એક નિવેદન મુજબ આ ત્રણેય ખેલાડીઓ તાજેતરમાં 1 જાન્યુઆરી 2024થી શરૂ થતા વાર્ષિક કેન્દ્રીય અનુબંધમાંથી બહાર રહેવાની ઈચ્છા જતાવી હતી. સાથો સાથ ફેંન્ચાઈજી ટૂર્નામેન્ટ રમવા માટે સહમતી પણ દર્શાવી હતી. બાર્ડે આ મામલે સઘન તપાસ કરી હતી. જેના બાદ આ ત્રણેય ખેલાડીઓ પર એક્શન લીધી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ