ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Adopt These Natural Home Remedies to Get Black Hair

ટિપ્સ / મોંઘા પ્રોડક્ટ્સથી નહીં, આ દેશી વસ્તુઓથી સફેદ વાળને બનાવો નેચરલી કાળા

Published By: Ravi

Last Updated: 08:32 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ બધાંને સફેદ વાળની સમસ્યા સતાવતી હોય છે. વાળને સમય પહેલાં સફેદ થતાં બચાવવા માટે બજારમાં અનેક મોંધા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પણ તેમાં રહેલાં કેમિકલ્સથી વાળને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. જેથી આવા કેમિકલ્સયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા કરતાં તમે કેટલાક બેસ્ટ ઘરેલૂ નુસખાઓ અપનાવીને વાળને નેચરલી કાળા કરી શકો છો, સાથે જ કેટલાક ફૂડ ડાયટમાં સામેલ કરી શકો છો.

ADVERTISEMENT

  • સફેદ વાળ થશે નેચરલી કાળા
  • ઘરેલૂ ઉપાયોથી વાળ થશે હેલ્ધી
  • આમળા અને ડુંગળી વાળ માટે બેસ્ટ

આમળા અને જાસૂદ

જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા હોય તો તમારે આમળા અને જાસૂદના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે 1 આમળાનો જ્યૂસ, 2-3 જાસૂદના ફૂલની પેસ્ટ અથવા જાસૂદના ફૂલને સૂકવી તેનો 1 ચમચી પાઉડર પણ લઈ શકો છો. તેમાં નારિયેળ તેલના થોડાં ટીપાં નાખી મિક્સ કરી સ્કેલ્પમાં લગાવી મસાજ કરો અને 1 કલાક પછી વાળ ધોઈ લો. 

ડુંગળી

ડુંગળી વાળ માટે અત્યંત ફાયદાકારક છે. 1 ડુંગળીના કટકાં કરી તેને મિક્સરમાં પીસી લો. પછી તેનો રસ નિચોવીને સ્કેલ્પમાં લગાવી હળવા હાથે મસાજ કરો. સપ્તાહમાં બેવાર આવું કરવાથી ઝડપથી ફાયદો થશે. 

મેંદી અને મેથી

મેંદી અને મેથી પાઉડરને સમાન માત્રામાં લઈને પેસ્ટ બનાવી લો. પછી તેમાં થોડી છાશ અને નારિયેળ તેલ મિક્સ કરી લો. આ મિશ્રણથી સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ નેચરલી કાળા થવા લાગશે. 

નારિયેળ તેલ

વાળમાં નિયમિત તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. નારિયેળ તેલ અને બદામનું તેલ મિક્સ કરી વાળમાં લગાવવાથી વાળ સફેદ થતાં અટકે અને નેચરલી કાળા પણ થાય છે. 

ઓમેગા-3 ફેટી એસિડ


વાળને સ્વસ્થ અને કાળા રાખવા માટે શરીરમાં ગુડ ફેટ હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં ઓમેગા-3 ફેટી એસિડ ડાયટમાં અવશ્ય સામેલ કરવું. તેના માટે એવાકાડો, સીતાફળ અને અખરોટમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ ઓમેગા-3 ફેટી એસિડ રિચ ઓઈલથી વાળમાં મસાજ પણ કરી શકો છો.


 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Hair Home Remedies Natural Home Remedies black hair healthy food for hair tips white hair કાળા વાળ ઘરેલૂ ઉપાય નેચરલી કાળા tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ