બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / adipurush controversy deepika chikhalia as mata sita

VIDEO / આદિપુરુષ વિવાદની વચ્ચે દીપિકા ચિખલિયાએ શેર કર્યો ખાસ વીડિયો, 36 વર્ષ જૂની સાડી પહેરી, કહ્યું આ વિડીયો માત્ર પબ્લિક ડિમાન્ડ પર

Manisha Jogi

Last Updated: 09:45 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા પછી મેકર્સ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. રામાનંદ સાગરની રામાયણમાં માઁ સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ માતા સીતાના લુકમાં એક વિડીયો શેર કર્યો છે.

  • માઁ સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ વિડીયો શેર કર્યો
  • વિડીયોમાં 36 વર્ષ જૂની સાડી પહેરી
  • સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા પછી મેકર્સ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. ભારતભરમાં અનેક લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે. રામાનંદ સાગરની રામાયણમાં માઁ સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ માતા સીતાના લુકમાં એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અભિનેત્રીએ 36 વર્ષ જૂની સાડી પહેરી છે, જે રામાયણના શુટીંગ દરમિયાન પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દીપિકાના વખાણ કરી રહ્યા છે કે, આ રીલ ફિલ્મ ‘આદિપુરુષ’ કરતા ઘણી સારી છે. 

જનતાની ડિમાન્ડ પર પોસ્ટ: દીપિકા
આ વિડીયો શેર કરીને દીપિકાએ લખ્યું છે કે, ‘જનતાની ડિમાન્ડ પર આ છે. આ પાત્ર માટે મને જે પણ સ્નેહ મળ્યો, તે માટે હું આપ સહુની આભારી રહીશ.’ દીપિકાનો આ વિડીયો જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે. ફેન્સ જણાવે છે કે, રામાનંદ સાગર જેવી રામાયણ બીજી વાર ના બનાવી શકાય. એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટમાં જણાવ્યું છે કે, ‘મેમ તમારી આ એક રીલ ફિલ્મ ‘આદિપુષ’ પર ભારે પડશે.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આદિપુરુષ વાળા માઁ સીતા અને પ્રભુ રામું અપમાન કરી દીધું. અમારા માટે તમે જ માતા સીતા છો.’

‘રામાયણ ફિલ્મ બનાવવાની જગ્યાએ શાળામાં ભણાવો’
દીપિકા ચિખલિયા જણાવે છે કે, માઁ સીતાની જર્ની ખૂબ જ ઈમોશનલ છે. જ્યારે પણ કોઈ સીતાજી બોલે છે, હું અન્ય કોઈને જોઈ જ નથી શકતી. ઘણી વાર હું ખુદને જ જોઉં છું. રામાયણ પર ફિલ્મ બનાવવાની જગ્યાએ શાળાઓમાં વિષય તરીકે ભણાવવી જોઈએ. 

કન્ટેન્ટની કમી છે કે શું, આ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છો?
દીપિકા વધુમાં જણાવે છે કે, રામાનંદ સાગરે જે રામાયણ બનાવી છે, તેમાં તેમણે કોઈ છેડછાડ કરી નથી. 10 વર્ષ પછી એક રામાયણ બની હતી, પરંતુ તે આ સ્તર પ્રાપ્ત કરી શકી નહોતી. ફિલ્મ મેકર્સ પર નિશાન સાધતા કહ્યું કે, કન્ટેન્ટની કમી છે કે શું, આ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છો?

'કોઈ બાળક આ ફિલ્મ જોશે તો તેને આ જ અસલી રામાયણ લાગશે'-
દીપિકા જણાવે છે કે, ‘તમે આ ખોટું કરી રહ્યા છો, રામાયણ એક ધરોહર છે, તમે તેને નુકસાન પહોંચાડી રહ્યા છો. કોઈ 8-10 વર્ષનું બાળક આ ફિલ્મ જોશે તો તેને આ જ રામાયણ લાગશે. તેથી પ્રકારની વસ્તુઓ ના બનાવશો. કંઈક અલગ કરવાના ચક્કરમાં કંઈક અલગ જ બની જાય છે. તમારે કંઈક બતાવવું જ હોય તો ચોપાઈ બતાવો, રામાયણ નહીં.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ