બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / adhir ranjan chowdhary says constitution preamble doesnot have the words socialist and secular

રાજકારણ / બંધારણની કોપી જે અમને મળી, તેમાં સેક્યુલર શબ્દ નથી, મોદી સરકાર કશુંક છેડછાડ કરી રહી છે: અધીર રંજનનો ગંભીર આરોપ

Arohi

Last Updated: 02:24 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adhir Ranjan Chowdhary: અધીર રંજનનો આરોપ છે કે તેમને બંધારણની જે નવી કોપી આપવામાં આવી છે તેમાં સોશલિસ્ટ અને સેક્યુલર શબ્દ હટાવી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે.

  • બંધારણને લઈને અધીર રંજનના મોટા આરોપ
  • મોદી સરકાર પર છેડછાડના લગાવ્યા આરોપ
  • બંધારણમાં સેક્યુલર શબ્દનો ઉલ્લેખ નથી 

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમને જે બંધારણની કોપી આપવામાં આવી તેમાં સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દ નથી. અધીર રંજને કહ્યું, અમે જાણીએ છીએ કે બન્ને શબ્દ 1976માં સંશોધન બાદ શામેલ કરવામાં આવ્યા છે. 

પરંતુ આજની તારીખમાં આ બન્ને શબ્દ બંધારણમાં નહીં રહે તો આ મોટી ચિંતાનો વિષય છે. આ મેં આજે રાહુલ ગાંધીને પણ બતાવ્યું. તેમણે કહ્યું, હું આ મુદ્દો ન ઉઠાવી શક્યો કારણ કે મોકો નથી મળ્યો. 

આ મારા માટે ચિંતાનો વિષય
અધીર રંજને કહ્યું, તેમનો હેતુ શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. હું આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ મને આ મુદ્દાને ઉઠાવવો મોકો ન મળ્યો. અધીરે કહ્યું, "જો આ લોકોની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવશે તો આ લોકો કહેશે કે અમને પહેલા વાળી કોપી આપી છે."

1976માં કર્યા હતા શામેલ 
તેમણે આગળ કહ્યું કે બંધારણના પ્રિયંબલમાં સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ નથી. તેને હટાવી લેવામાં આવ્યો છે. આ બન્ને શબ્દ 1976માં શામેલ થયા હતા. પરંતુ આજની તારીખમાં જો અમને કોઈ સંવિધાન આપે અને તેમાં સેક્યુલર અને સોશલિસ્ટ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો આ ચિંતાની વાત છે. 

આ કામ ખૂબ જ ચાલાકીથી કરવામાં આવ્યું છે. તેમના ઈરાદામાં ખોટ છે. અમે ડરેલા છીએ, ચિંતા કરી રહ્યા છીએ કે જે બંધારણની કોપી આપવામાં આવી છે. તેમાં શબ્દ કેમ હટાવવામાં આવ્યા છે. અમે વારંવાર આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને બોલવા દેવામાં ન આવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ