બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / adhik maas parama ekadashi muhurat parana vrat puja vidhi for prosperity

આસ્થા / ધન સંકટ ને દરિદ્રતાથી મેળવવી છે મુક્તિ! તો 4 દિવસ બાદ તુરંત કરો આ વ્રત, થશે અનેક ગણો ફાયદો

Manisha Jogi

Last Updated: 08:01 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરમા એકાદશી કરનાર વ્યક્તિને દરિદ્રતાથી છુટકારો મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જે વ્યક્તિ સંસારમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે પણ વિધિપૂર્વક આ વ્રત કરવું જોઈએ.

  • 12 ઓગસ્ટના રોજ અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ
  • પરમા એકાદશી કરનાર વ્યક્તિને દરિદ્રતાથી છુટકારો મળે છે
  • 3 વર્ષે એકવાર આ અગિયારસ આવે છે

આગામી શનિવારે 12 ઓગસ્ટના રોજ અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ છે. જો તમે ધન સંકટ અથવા દરિદ્રતાથી પરેશાન છો, તો તમારે આ એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. 3 વર્ષે એકવાર આ અગિયારસ આવે છે, જે પરમા એકાદશી તરીકે ઓળખાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પરમા એકાદશીના મહત્ત્વ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે, પરમા એકાદશી કરનાર વ્યક્તિને દરિદ્રતાથી છુટકારો મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જે વ્યક્તિ સંસારમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે પણ વિધિપૂર્વક આ વ્રત કરવું જોઈએ. અહીંયા આ વ્રતના મહિમા અને શુભ મુહૂર્ત વિશે જણાવવામાં આવ્યું છે. 

પરમા એકાદશી શુભ મુહૂર્ત
અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસનો પ્રારંભ: 11 ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારે 05:06 વાગ્યાથી
અધિક શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અગિયારસનું સમાપન: 12 ઓગસ્ટ, શનિવારના રોજ સવારે 06:31 વાગ્યે
પરમા એકાદશી પૂજા મુહૂર્ત: 12 ઓગસ્ટ, શનિવારના રોજ સવારે 07:28 વાગ્યાથી સવારે 09:07 વાગ્યા સુધી
પરમા એકાદશી પારણાં સમય: 13 ઓગસ્ટ, રવિવારના રોજ સવારે 05:49 વાગ્યાથી સવારે 08:19 વાગ્યા સુધી

પરમા એકાદશી પૂજા વિધિ

  • પરમા એકાદશી વ્રતના એક દિવસ પહેલા સાત્ત્વિક ભોજન કરવું. વ્રતના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું. હાથમાં જળ, ફૂલ અને અક્ષત્ લઈને પરમા એકાદશીના વ્રત અને પૂજાનો સંકલ્પ કરવો. 
  • 12 ઓગસ્ટના રોજ શુભ મુહૂર્તમાં એક ચોકી પર ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. સૌથી પહેલા પંચામૃતથી અભિષેક કરો, ત્યાર પછી પીળા વસ્ત્ર, ફૂલ, માળા, જનોઈ, ચંદનથી તેમનો શ્રૃંગાર કરો. 
  • હવે અક્ષત્, પૂળા, હળદર, ચંદન, અક્ષત્, તુલસીના પાન, ધૂપ, દીવો, નૈવેદ્ય, ફળ અર્પણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન ‘ओम नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરો. ધીનો દીવો કરીને ભગવાન વિષ્ણુની જમણી તરફ રાખો. 
  • વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો. પરમા એકાદશી વ્રતની કથા સાંભળો, જેથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. કથા સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક આરતી કરો. ભગવાન વિષ્ણુને દરિદ્રતા દૂર કરવાની પ્રાર્થના કરો અને પ્રસાદનું વિતરણ કરો. 
  • રાત્રીના સમયે ભાગવત્ જાગરણ કરો. આખા દિવસ દરમિયાન ફળાહાર ગ્રહણ કરો અને બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો. બીજા દિવસે સ્નાન કર્યા પછી બ્રાહ્મણોને ક્ષમતા અનુસાર દાન કરો અને પારણા કરીને પરમા એકાદશી વ્રતને પૂર્ણ કરો.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ