ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અદાણી ગ્રુપને મળશે રૂ. 1,71,39,85,00,000નો ચેક, જાણો કઇ જગ્યાએ કરાશે ખર્ચ, જુઓ પ્લાન

બિઝનેસ / અદાણી ગ્રુપને મળશે રૂ. 1,71,39,85,00,000નો ચેક, જાણો કઇ જગ્યાએ કરાશે ખર્ચ, જુઓ પ્લાન

Last Updated: 12:41 PM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગ્રુપને લગભગ 2 અરબ ડોલર એટલે 1,71,39,85,00,000 રૂપિયા મળવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપ આ રકમને પોતાના ત્રણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશે. આમાં એરપોર્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન અને એક નવો પ્રોજેક્ટ સામેલ છે. આનો મોટો ભાગ એરપોર્ટ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકે છે.

ADVERTISEMENT

દેશના ત્રીજા મોટા બિઝનેસમેન અદાણી ગ્રુપે અદાણી વિલ્મરમાં પોતાની ભાગીદારી વેચવાની જાહેરાત કરી છે. આનાથી ગ્રુપને લગભગ 2 અરબ ડોલર એટલે 1,71,39,85,00,000 રૂપિયા મળવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપ આ રકમને પોતાના ત્રણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશે. આમાં એરપોર્ટ્સ, ગ્રીન હાઈડ્રોજન અને એક નવો પ્રોજેક્ટ સામેલ છે. આનો મોટો ભાગ એરપોર્ટ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ગ્રુપે રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ બિઝનેસમાં પણ ઉતારવાની જાહેરાત કરી છે. આની માટે થાઈલેન્ડની કંપની ઈંડોરામા સાથે જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે.  

Gautam-adani

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિલ્મરમાં ભાગીદારી વેચાણથી મળતી રકમમાંથી 1 થી 1.2 અરબ ડોલર એરપોર્ટમાં ઇન્વેસ્ટ કરશે. આ રીતે 30 કરોડથી 50 કરોડ ડોલર ગ્રીન હાઈડ્રોજન બિઝનેસમાં ખર્ચ કરશે. બાકીની રકમ અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળ ડિજિટલ જેવા ન્યુ ઈનિશિએટિવ્સ પર ખર્ચ થશે. છેલ્લા અઠવાડિયે ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસે MFCG કંપનીમાંથી અદાણી વિલ્મરથી બહાર નીકળવાની વાત કહી હતી. આ કંપનીમાં અદાણી ગ્રુપની 44% ભાગીદારી છે. વર્તમાન શેર પ્રાઈઝ અનુસાર આની વેલ્યૂ લગભગ 2 અરબ ડોલર થશે.

PROMOTIONAL 12

વધુ વાંચો:રોકાણકારો માટે આજે ઉત્તમ મોકો! ખુલી ગયો Capital Infra Trustનો IPO, જાણો વિગત

શું છે પ્લાન

અદાણી ગ્રુપનું કહેવું છે કે તે પોતાના કોર બિઝનેસ પર ફોકસ કરવા ઈચ્છે છે અને નોન-કોર બિઝનેસથી ઇંકલવા ઈચ્છે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ ધ્યાન એરપોર્ટને અપગ્રેડ કરી રહી છે. નવી મુંબઈ એરપોર્ટ પણ આ વર્ષે શરૂ થવાની આશા છે. આને અદાણી ગ્રુપે બનાવ્યું છે. અમુક ફંડ્સને એરપોર્ટના વિસ્તાર માટે રાખવામાં આવ્યા છે જ્યારે અમુક પૈસા નવા એરપોર્ટને મેળવવામાં ઇન્વેસ્ટ કરવામાં આવશે. અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રી ગ્રીન હાઈડ્રોજનમાં ઇન્વેસ્ટ કરી રહી છે. તેનું લક્ષ્ય 2027 સુધી 10 લાખ ટનની વાર્ષિક ક્ષમતા મેળવવાનું છે.       

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

adani group venture wilmar business news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ