બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / adah sharma movie the kerala story at globla platform

મનોરંજન / 'The Kerala Story'ની સફળતા બાદ શિવભક્તિમાં લીન અદા શર્મા, INSTA પર શેર કર્યો VIDEO

Arohi

Last Updated: 11:09 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story: અદા શર્માની ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને હવે ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયાર ચલી રહી છે. ફિલ્મને યુકે સહિત 37 દેશોમાં રિલીઝ કરવામાં આવશે.

  • ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે 'ધ કેરલ સ્ટોરી'
  • યુકે સહિત 37 દેશોમાં થશે રિલીઝ
  • ફિલ્મની સફળતા પર અદા શર્માએ વ્યક્ત કરી ખુશી 

ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને લઈને સતત ચર્ચા થઈ રહી છે. સુદીપ્તો સેનની ફિલ્મ રિલીઝ બાદથી બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. કેરલ સ્ટોરીનું જ્યાં કોઈ રાજનેતા વિરોઘ કરી રહ્યા છે તો ત્યાં જ ઘણા રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે. હવે ફિલ્મને ગ્લોબલ પ્લેફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી છે. 'ધ કેરલ સ્ટોરી' 37 દેશોમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટ્રેસ શર્માએ ફિલ્મની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

અદા શર્માની એક્ટિંગના થઈ રહ્યા છે વખાણ 
'ધ કેરલ સ્ટોરી'માં અદા શર્માની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની સફળતા અને લોકો સાથે મળેલા પ્રેમને લઈને અદા શર્મા ખૂબ જ ખુશ છે. એક્ટ્રેસે શિવલિંગની પૂજા કરતા એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે મારી એનર્જીનો સીક્રેટ મંત્ર. જે મને વિરોધને સહન કરવાની શક્તિ આપે છે. મને પોતાની બનાવવા માટે ધન્યવાદ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

એક્ટ્રેસે ફિલ્મની સફળતા બાદ કર્યું ટ્વીટ
એક્ટ્રેસ અદા શર્માએ ફિલ્મની સફળતા બાદ ટ્વીટ કરતા ફેંસને ધન્યવાદ કર્યો છે અને સાથે જ ફિલ્મના ગ્લોબલ પ્લેટફોર્મ પર રિલીઝની જાણકારી આપી છે. અદા શર્માએ લખ્યું છે- ફિલ્મને આટલો પ્રેમ આપવા માટે થેન્ક્યૂ, અને ટ્રેન્ડ કરવા અને મારા કામના વખાણ કરવા માટે ધન્યવાદ.' તેની સાથે જ એક્ટ્રેસે જણાવ્યું કે 12 મેએ ફિલ્મને 37 દેશોમાં રિલીઝ કરવામાં આવશે. 

રિપોર્ટ્સની માનીએ તો 'ધ કેરલ સ્ટોરી'ને યુકે અને આઈલેન્ડ સહિત 37 દેશોમાં રિલીઝ કરવામાં આવશે. યુકેમાં ફિલ્મને હિંદી અને તમિલમાં રિલીઝ કરવામાં આવશે. જ્યારે આઈલેન્ડમાં તેને ફક્ત હિંદીમાં જ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતમાં ફિલ્મને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં બેન કરી દેવામાં આવી છે. જોકે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ