બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'મોટા નહીં ખોટા'! 'પોર્ન રેકેટથી બદનામ' શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ ફરી કર્યું ખતરનાક કામ, FIR
Last Updated: 09:25 AM, 14 August 2025
મોટા લોકો ઘણા ખોટા કામ કરતાં હોય છે. 'પોર્ન રેકેટથી બદનામ' શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ ફરી વાર ચર્ચાની એરણે ચઢ્યાં છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુંદ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે 60 વર્ષીય ઉદ્યોગપતિ સાથે તેમની કંપની, બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના લોન-કમ-રોકાણ સોદામાં ₹ 60.48 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ, આર્થિક દંડ વિભાગે અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ દીપક કોઠારી (60) ની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બિઝનેસમેન કોઠારીએ શું કહ્યું?
પીડિત બિઝનેસમેન કોઠારીએ જણાવ્યું હતું કે કુન્દ્રા સાથે તેમનો પરિચય એક સામાન્ય મિત્ર દ્વારા થયો હતો. આ પછી આ કપલે તેમને તેમની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં પૈસા રોકવા સમજાવ્યા હતા. શિલ્પા અને તેનો પતિ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 87.6% શેર ધરાવતાં હતા. કપલની સમજાવટ બાદ કોઠારીએ 2015 માં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. શેટ્ટીએ 2016 માં કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું, અને કંપની સામે બીજા રોકાણકાર સાથે છેતરપિંડી કરવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
શું હતું પોર્ન રેકેટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બર 2024ના દિવસે ઈડીએ પોર્ન રેકેટ ચલાવવા બદલ રાજ કુદ્રા અને અન્ય કેટલાક લોકો સંબંધિત પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઘર, ઓફિસમાં દરોડા પાડયા હતા. આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક અભિનેત્રીને વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મમાં બ્રેક આપવાની લાલચ અપાઇ હતી. આ અભિનેત્રીઓને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી અને તેમને બોલ્ડ દ્રશ્યો આપવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યૂડ અને અર્ધનગ્ન વીડિયો બનાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.