બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action taken in case of stone pelting on procession in Kheralu of Mehsana

કાર્યવાહી / PIની બદલી, 32 વિરૂદ્ધ ફરિયાદ... ખેરાલુ શોભાયાત્રામાં પથ્થરમારા મામલે કાર્યવાહી, હથિયારોની તપાસ શરૂ

Vishal Khamar

Last Updated: 11:33 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થર મારા મામલો પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેરાલુ પીઆઈની CPI તરીકે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પથ્થરમારાની ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસની મોટી કાર્યવાહી
  • ખેરાલુ પીઆઈની સાંથલનાં સીપીઆઈ તરીકે કરાઈ બદલી
  • રિમાન્ડ દરમ્યાન હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા

 મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારે ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમા સ્થાનીકોને ઇજા થઇ હતી. આ ઘટનાને રોકવા માં સ્થાનીક પોલિસ તંત્રની અસમર્થતા માટે ખેરાલુ પોલિસ ઇન્સપેક્ટર સિધ્ધાર્થ શ્રીપાલ જવાબદાર ગણી તેમની બદલી કરવામાં આવી છે.

15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું
મહેસાણાનાં ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલના પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. પથ્થરમારા મામલે 150 જેટલા લોકોના ટોળા અને 32 લોકો વિરૂદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પકડાયેલા 15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

વધુ વાંચોઃ આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોના પ્રશ્નો, યોજાશે 'સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ' કાર્યક્રમ

રિમાન્ડ દરમ્યાન નવા ખુલાસા થવાની શક્યતાઓ
 પોલીસ દ્વારા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 26 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પથ્થરમારો પૂર્વ આયોજિત કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીઓનાં રિમાન્ડ દરમ્યાન હજુ પણ નવા ખુલાસા થવાની શક્યતાઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ