બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Action taken after video of Morbi-Rajkot highway goes viral

કાર્યવાહી / એક બીજાને બાહોપાશમાં જકડી પ્રેમી યુગલે બાઈક હંકારી, બીભત્સ હરકતો કરી, મોરબી-રાજકોટ હાઈવેનો વીડિયો વાયરલ થતાં કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 06:56 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી-રાજકોટ હાઈવે પર ગત રોજ પ્રેમી યુગલનો ચાલુ બાઈકે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. યુવતી બાઈક આગળની ટાંકી પર બેસી યુવક સાથે રોમાન્સ કરી રહી છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે બાઈક ચાલકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબી-રાજકોટ હાઇવે પર પ્રેમી યુગલનો વીડિયો વાયરલ
  • ચાલુ બાઈકે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો
  • બાઈક ચલાવનાર યુવકની મોરબી પોલીસે કરી ધરપકડ

આજકાલ પ્રેમી યુગલોનાં રોમાન્સ કરતા વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય છે.  ત્યારે મોરબી-રાજકોટ હાઈવે પર પ્રેમી યુગલનો વીડિયો વાયરલ થયો હતો. મોરબીમાં જાહેર માર્ગ પર ચાલુ બાઈકે પ્રેમી યુગલ દ્વારા જાહેરમાં સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

વીડિયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ
મળતી માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા ગામ નજીક પ્રેમી પંખીડા બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બાઈકની પેટ્રોલની ટાંકી પર યુવતી બેઠી હતી. જ્યારે યુવક બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે યુવતી જાણે કે કોઈ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હોય તેમ જાહેરમાં હાઈવે પર રોમાન્સ કરતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા પોલીસે બાઈક ચાલક યુવકની શોધખોળ હાથ ધરી હતી. 

પોલીસ યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
રાજકોટ-મોરબી હાઈવે પર અવાર નવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગત રોજ હાઈવે પર પ્રેમી યુગલનો રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસને આ વીડિયો બાબતે જાણ થતા પોલીસ દ્વારા બાઈક ચાલક યુવકની શોધખોળ હાથ ધરી હતી. બાઈક ચાલક યુવક પોલીસનાં હાથે લાગી જતા પોલીસે તેની ધરપકડ કરી  બાઈક ચાલક સામે આઈપીસી કલમ 279, 336 હેઠળ ધરપકડ કરી હતી.  તેમજ મોટર વ્હિકલ એક્ટ 177. 184 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ