બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action in Mehsana Urban Bank director Kirit Patel suicide case

મહેસાણા / અર્બન બેંક ડિરેક્ટર આપઘાત : મોઢેરા પોલીસ સ્ટેશનના PSI અને ASI સસ્પેન્ડ, સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ

Dinesh

Last Updated: 08:13 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલના આપઘાત કેસમાં મોઢેરા પોલીસ સ્ટેશનના PSI એસ.જે.રાઠોડ અને SOGના ASI પારખાન ઠાકોરને રેન્જ IGએ સસ્પેન્ડ કર્યા

  • કિરીટ પટેલ આપઘાત કેસમાં કાર્યવાહી
  • PSI અને ASIને સસ્પેન્ડ કરાયા
  • મહેસાણા અર્બન બેંકના હતા ડિરેક્ટર

મહેસાણા અર્બન બેંકનાં ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાતના હાઈપ્રોફાઈલ કેસમાં રેન્જ આઈજીએ મોટી કાર્યવાહી કરી છે. અત્રે તમને જણાવીએ કે, મોઢેરા પોલીસ સ્ટેશનના PSI અને ASI સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી
આ કેસમાં સ્યુસાઈડ નોટમાં પોલીસ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો તેમજ ફરજમાં બેદરકારી બદલ રેન્જ IGએ દાખલારૂપ કાર્યવાહી કરી છે. PSI એસ.જે.રાઠોડ અને SOGના ASI પારખાન ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે. પાપ્ત વિગતો મુજબ આપઘાત કરનાર કિરીટ પટેલે 15 વખત અરજી આપી હતી અને વારંવાર અરજી આપવા છતા કાર્યવાહી ન કરાઈ હતી. 

2.4 કરોડની ઠગાઈ આરોપ
આ કેસની તપાસ સાબરકાંઠા Dysp પાયલ સોમેશ્વરને સોંપાઈ હતી. સાબરકાંઠા પોલીસ સાથે 3 રાજ્યની પોલીસ પણ તપાસ કરી રહી છે તેમજ કિરીટ પટેલ સાથે છેંતરપિંડી કેસમાં મહેસાણા પોલીસે ઢીલીનીતિ દાખવી હતી. આપને જણાવીએ કે, કિરીટ પટેલ સ્યુસાઈડ નોટમાં ઢીલી તપાસનો આરોપ લગાવ્યો હતો. કિરીટ પટેલને બેચરાજીની ટિકિટ આપવાનાં બહાને 5 લોકોએ ઠગાઈ કરી હતી તેમજ વિધાનસભાની ટિકિટ આપવાનાં બહાને 2.4 કરોડની ઠગાઈ કરીનો પણ આરોપ છે.

'તેમની વાત સાંભળી નહી'
મૃતક કિરીટ પટેલના બહેન પ્રવિણાબેને અગાઉ જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ સરળ પ્રભાવનાં અને ખૂબ જ મજબૂત હતા તેમજ રાજકારમાં પણ તેઓ ખૂબ જ સક્રિય હતા. વધુમાં જણાવ્યું હતું કે, એમનું મોઢેરા પોલીસે ન સાંભળ્યું અને તેઓ મહેસાણા પોલીસ સ્ટેશન અને બધે ધક્કા ખાતા હતા પરંતું કોઈએ તેમની વાત સાંભળી નહી એટલે તેમણે આ પગલું ભર્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ