બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action against those who do not file returns despite large financial transactions, Income Tax Department has sent a notice

એક્શન / IT રિટર્ન ફાઈલ ન કરનારા ચેતી જજો: ડેટાના આધારે લોકોને ફટકારાઇ પેનલ્ટીની નોટિસ, માંગ્યા ખુલાસા

Malay

Last Updated: 11:06 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Notice Of Income Tax Department: મોટા આર્થિક વ્યવહાર છતા રિટર્ન ન ભરનારાઓ સામે એક્શન, આવકવેરા વિભાગ દ્વારા ફટકારવામાં આવી પેનલ્ટીની નોટિસ.

  • રિટર્ન ફાઇલ ન કરાનારા ITની રડારમાં
  • 4 વર્ષના ડેટાના આધારે પેનલ્ટીની નોટિસ
  • મોટા આર્થિક વ્યવહાર છતા રિટર્ન ન ભર્યા

Notice Of Income Tax Department: ગુજરાતમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારાઓ ITની રડારમાં છે. 31 માર્ચ પહેલા રિમાઈન્ડર મોકલવા છતાં રિટર્ન ફાઈલ ન કરનારા લોકોને 4 વર્ષના ડેટાના આધારે પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી છે. મોટા-મોટા આર્થિક વ્યવહાર કરવા છતાં ટેક્સ કે રિર્ટન નહીં ભરનારાઓને આવકવેરા વિભાગે પેનલ્ટીની નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગે રજિસ્ટ્રાર ઓફિસમાંથી મિલકતના ખરીદ વેચાણની વિગતો મેળવી હતી.

શું IT રિટર્ન ફાઇલ કર્યા બાદ પણ ફટકારાય છે નોટિસ? તો તુરંત ચેક કરો આ કામ |  Is notice issued even after filing of IT return? So check this job  immediately

31 માર્ચ પહેલા મોકલ્યા હતા રિમાઈન્ડર
આવકવેરા વિભાગ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસમાંથી કરદાતા દ્વારા કરવામાં આવેલા રોકાણો અથવા મિલકતની ખરીદ વેચાણની માહિતી મેળવવામાં આવી હતી. મોટા પ્રમાણમાં જમીન કે મિલકત ખરીદનાર, બેન્ક એફડી, શેરબજારમાં રોકાણ કરનારાઓને માહિતીના આધારે આવકવેરા વિભાગ દ્વારા ગત 31 માર્ચ પહેલા ફાઈલ કરવા અને ટેક્સ ભરવા માટે રિમાઈન્ડર મોકલ્યા હતા. તો કેટલાકને નોટિસ પણ મોકલવામાં આવી હતી. 

IT રિટર્ન કરવું છે ફાઇલ? તો એકપણ રૂપિયો કોઇને આપવાની જરૂર નથી, જાતે જ ફૉલો  કરો આ સ્ટેપ્સ/ itr filing list of websites apps that can help you to file  income tax

માહિતી છુપાવનારાઓ સામે કાર્યવાહી
જેમાંથી કેટલાક લોકોએ રિટર્ન ફાઈલ કર્યા પરંતુ મોટા આર્થિક વ્યવહારની માહિતી છુપાવી હતી. ત્યારે હવે મોટા-મોટા આર્થિક વ્યવહારની માહિતી છુપાવનારા અને અસંતોષકારક જવાબ આપનારાઓ સામે આવકવેરા વિભાગે બાંયો ચડાવી છે.

આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, દૈનિક ભાસ્કર ગ્રુપની અમદાવાદ સહિત દેશભરની  ઓફિસોમાં દરોડા | Income Tax department raids, raids on Dainik Bhaskar  Group's offices across the ...

પેનલ્ટીની નોટિસ ફટકારી
આવકવેરા વિભાગે છેલ્લા ચાર વર્ષના ડેટાના આધારે રિટર્ન ફાઈલ નહીં કરનારાઓ અને અસંતોષકારક જવાબ આપનારાઓને પેનલ્ટીની નોટિસ ફટકારી છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં આવી નોટિસ ઈશ્યૂ થઈ છે.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ